CAA અને NRC આ બે શબ્દો આજે સ્કૂલમાં ભણતાં બાળકો ABCD બોલે તેના કરતા પણ વધારે દેશના નાગરિકો બોલે છે. CAA (Citizenship Amendment Act) 2019 લાગુ થતાં જ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યાં છે. જેમાં ખાસ કરીને વિરોધ કરતા લોકો માને છે કે CAA અને NRC દેશ માટે ખતરારૂપ છે અને બંધારણના વિરુદ્ધ છે. આવું દરેક લોકોનું કહેવું છે. અને આ કારણો સર લોકો વિરોધ પ્રદશિત કરી રહ્યા છે.
એક તરફ પાકિસ્તાન દેવાળું ફૂંકવાના આરે છે. તેમ છતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પોતાના દેશની ચિંતા કરવાને બદલે ભારતની ચિંતા કરી રહ્યા છે. ઇમરાન ખાને ભારતમાં લાગુ થયેલા (CAA) નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદો લાગુ થયા બાદ મોટી સંખ્યામાં લોકોની નાગરિકતા ખત્મ થઇ જશે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત અહેવાલના જણાવ્યા મુજબ એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું કે ભારતમાં નાગરિકતા કાયદા બાદ એનઆરસી બનાવવામાં આવશે. અને આ સમગ્ર કાર્યવાહીમાં 50 કરોડ લોકોની નાગરિકતા ખત્મ થઇ જશે.
મોદી સરકાર લઘુમતિઓને દરકિનાર કરી મ્યાનમાર જેવી હિંસાની પરિસ્થિતિ સર્જી રહી છે. આ જ પ્રકારની કાર્યવાહી મ્યાનમારમાં કરવામાં આવી હતી. જ્યાં પહેલા મ્યાનમાર સરકારે નાગરિકોની નોંધણીનું કામ કર્યું. અને ત્યાર બાદ મુસ્લિમોને અલગ કરી તેનો સંહાર કર્યો. મારી આશંકા છે કે ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે તેમ ઇમરાન ખાને જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.