ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. જોકે તેની સાથે સાથે કોંગ્રેસ માટે ચૂંટણી ચઢાણ વધુને વધુ કપરા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના નેતાઓમાં નારાજગી બહાર આવી રહી છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે, જામાલપુરના ધારાસભ્ય ધારાસભ્ય ઇમરાન ખાડાવાલાએ પણ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે. જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. ઇમરાન ખેડાવાલાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસમાં થતી ટિકિટ વહેંચણીથી તેઓ નારાજ હતા અને ટિકિટ વહેંચણીને લઈને તેઓ વિરોધ કરી રહ્યા હતા.
ઇમરાન ખેડાવાલાની રાજકીય સફર:
ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને તે ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે, 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના કકળાટ વચ્ચે જામાલપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ટિકિટ વહેંચણીમાં કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ પોસ્ટર લગાતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. પોસ્ટરમાં ટિકિટ વહેંચણી અંગે ઈમરાન ખેડાવાલાના વલણનો વિરોધ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle