લેખિકા નવ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં મિલિટરી સિવિલ સર્વિસીસ માં વર્ગ 2 અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને સિવિલ ઇજનેરી વિભાગના નિષ્ણાંત છે. અને ભારતીય સમાજમાં સ્ત્રીઓ શા માટે હજુ અનામત જંખે છે, શા માટે સ્ત્રીઓ 50% જગ્યાઓ પર નથી પહોંચી તેનું વિશ્લેષણ અહીં દર્શાવેલ છે. જે કડવી હકીકતો રજૂ કરે છે.
દુનિયાની વાત તો દૂર રહી પરંતુ આપણે આજથી વીસ વર્ષ પહેલાની સ્ત્રી ના માનસિક સ્તર અને હાલની સ્ત્રીના માનસિક સ્તર ની તુલના કરીએ તો તે નીચું ગયું છે.
આપણી સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવતી હોય છે જેમકે સતીપ્રથા, દહેજપ્રથા, જાતીય સતામણી, બાળવિવાહ, ઘરેલુ હિંસા વગર એનો વિરોધ કરતા કાયદાઓ. મતલબ પેપર પર બધું સરસ છે. નેશનલ વુમન કાઉન્સિલે વિવાહિત સ્ત્રી નો મિલકતમાં હક, સમાનતાનો હક્ક, બાળકના જન્મ સમયની રજાઓ વગેરે હકો આપેલા છે. સ્ત્રીઓના મળેલા હક્કોની યાદીનો અંત નથી કેમ કે આ યાદીથી પેપર નહીં પરંતુ ટોયલેટ પેપર નો રોલ પણ ભરાઈ જાય એટલે યોજનાઓ છે.
ચાલો જોઈએ હાલ ભારતની સ્ત્રીઓ ક્યાં છે અને કેમ છે? બીજા દેશોમાં સ્ત્રી વડાપ્રધાન જોવા મળે છે. આપણા? હાય એક હતા, ઇન્દિરા ગાંધી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, સુમિત્રા મહાજન. 16 મહિલાઓ મુખ્ય મંત્રીઓ પણ હતી. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પણ સમાવેશ થાય છે. આનંદીબેન પટેલ મહિલા હોવાથી તેમને સમય પહેલાં જ રાજીનામું અપાવ્યું. ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ આજ સુધી મહિલા નથી.
હમણાં જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ. તેની વાત કરીએ તો 12% મહિલાઓ છે અને 88% ટકા પુરુષો છે. ગ્રામ પંચાયતો માટે 33 ટકા મહિલા અનામત હોય છે. પરંતુ સૌરાષ્ટ્રની ઘણી બધી એવી સીટો છે જ્યાં મહિલાઓ ઘરે રોટલા બનાવતી હોય છે, પતિદેવ વહીવટ કરતા હોય છે. હદ તો ત્યારે થઇ કે એક બેઠક પર ઘરકામ કરનાર નોકર ને ઊભી રાખી દીધી અને માલિક પુરુષ ઉપરાંત ગુનાહિત ઈતિહાસ વાળા હતા.
પ્રાથમિક શિક્ષણ જે દરેક બાળકને મળવું જોઈએ, તે પણ ફક્ત ૪૮ ટકા છોકરીઓ જ મેળવી શકે છે. એનો મતલબ એ કે આપણે નેપાળ(92%), બાંગ્લાદેશ(54%), પાકિસ્તાન(74%) થી પણ ગયેલા છીએ. આ બાબતમાં પંજાબ સરકારનું કામ સલામ પાત્ર છે. બાલમંદિર થી લઈને પીએચડી સુધીનું શિક્ષણ મફત કરેલું છે.
સ્ત્રી શિક્ષણનું સ્તર મિથુન જવા પાછળનું કારણ આપણો સભ્ય સમાજ જ છે. ભણીને શું કરવાનું છે? છોકરા તો ઉછેરવાના છે. ઘરના કામ કોણ કરશે? બાળકો કોણ સંભાળશે?
ભારત દેશ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી વધુ મેટરનીટી લીવ ચૂકવતો દેશ છે, પણ જ્યારે મેં ચાર્લી વિશે ગુજરાતની ક્લાસ વન, ક્લાસ ટુ ની અલગ અલગ વિભાગની મારી મહાવિદ્યાલય ની સખી અને પૂછ્યું તો ગુજરાત સરકાર ચાઈલ્ડ કેર લીવ નથી આપતી, મિસ કરે જ ની પણ નહીં. પ્રાઇવેટ સેક્ટરમાં તો અપરણિત તેમજ સુંદર સ્ત્રીઓ જોઈએ છે, સુંદરતા ખતમ નોકરી ખતમ. સરકારી નોકરી હોય કે બિનસરકારી, પ્રથમ સ્થાન પર સ્ત્રી હોતી જ નથી.
એબોશન જે હવે કાયદાકીય રીતે માન્ય થયું છે, પછાત દેશોમાં તેની મંજુરી આજે પણ નથી. નવા જીએસટી નિયમ પછી સેનેટરી પેડ પર પણ જીએસટી લગાડવામાં આવ્યું. એ લક્ઝરી વસ્તુ છે? મુવી શરૂ થતા પહેલા અક્ષય કુમાર સેનેટરી પેડ ની જાહેરાત કરતો દેખાય છે અને બીજી બાજુ સરકાર તેના પર જ જીએસટી મૂકી ને બેઠી છે.