2050 સુધીમાં ભારત નહીં પણ આ દેશો ઇસ્લામના રંગે રંગાઈ જશે- વાંચો અહેવાલ- 2

Published on: 1:50 pm, Fri, 17 May 19

આગળથી શરૂ….. ભૂતકાળમાં વસતી વધારા માટે જવાબદાર પરિબળોના આધારે કરવામાં આવેલા અભ્યાસ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વના ૭૯ દેશોમાં મુસ્લિમોની સંખ્યા દસ લાખ કે તેથી વધુ થઈ જશે, આ પ્રકારના દેશોની સંખ્યા હાલ ૭૨ છે. જો વર્તમાન ટ્રેન્ડ યથાવત રહેશે તો વિશ્વની કુલ વસતીના ૬૦ ટકા મુસ્લિમો એશિયા-પેસેફિક દેશોમાં, ૨૦ ટકા મુસ્લિમો મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં વસતાં હશે.  જ્યારે યુરોપના કેટલાક દેશોમાં પણ તેમની સખ્યામાં નોંધપાત્ર વધારો થશે જો કે રશિયા અને ફ્રાન્સને બાદ કરતા યુરોપના અન્ય કોઈપણ દેશોની સરખામણીએ અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં મુસ્લિમો હશે.

અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૩૦માં વિશ્વમાં સુન્ની મુસલમાનોની સંખ્યા સૌથી વધુ (૮૭-૯૦ ટકા) હશે. જ્યારે દુનિયાભરમાં શિયા મુસ્લિમોની સંખ્યામાં નજીવો ઘટાડો થશે.

યુરોપમાં પણ બ્રિટનનું જે ઝડપથી ઈસ્લામીરણ થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્ય પમાડનારું છે. અનેક સ્થળે સેંકડો વર્ષોથી અસ્તિત્વ ધરાવતાં ચર્ચ બંધ પડી રહ્યા છે. એકલા લંડન અને આસપાસના વિસ્તારમાં ૫૦૦ ચર્ચ બંધ પડયા અને ૪૨૩ નવી મસ્જિદો બની ગઈ. મૌલાના સઈદ  રઝા રીઝવી આ પરિવર્તનને ‘લંડનિસ્તાન’નું નામ આપે છે. લંડનના મેયર સુદ્ધા મુસ્લિમ છે: સાદ્દિક ખાન.

લંડનમાં ચર્ચોનું મસ્જિદમાં રૂપાંતર થાય છે એટલી જ ઝડપથી ધર્માંતરણ કરીને લોકો ‘ઈસ્લામ’ને અપનાવી રહ્યા છે. ગયા વર્ષે વેસ્ટ  મિન્સ્ટેરમાં  ત્રાસવાદી હુમલો કરનાર ખાલિદ મસૂદ પણ ધર્માંતરણ કરીને મુસ્લિમ બન્યો હતો. બ્રિટનની અનેક મસ્જિદોમાં અંદર પૂરતા માણસોને સમાવવાની ક્ષમતા ન હોવાથી લોકો ખુલામાં, જાહેર માર્ગો પર (ભારતની માફક) નમાઝ પઢે છે. આવા દ્રશ્યો જોઈએ ત્યારે એમ લાગે કે બ્રિટનમાંથી ખ્રિસ્તીવાદ આથમી રહ્યો છે અને ઈસ્લામનો ઉદય થઈ રહ્યો છે.

બ્રિટનના બીજા નંબરના સૌથી મોટા શહેર બર્મિંગહામમાં જિહાદીઓની સંખ્યા વધતી જાય છે. બ્રિટનમાં થયેલા નાના-મોટા આતંકી છમકલાનું પગેરુ  આ શહેરમાંથી મળ્યું હતું. અહીંની આકાશને આંબતી મસ્જિદો પોતાનું પ્રભુત્વ વધારતી જાય છે અને તેઓ કોર્ટમાં એવી માગણી કરતા થયા છે કે અમને દિવસમાં ત્રણ વાર નમાઝના સમયે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા દો.

બર્મિંગહામમાં મુસ્લિમોની કુલ આબાદી ૨૧.૮ ટકા છે. જ્યારે માંચેસ્ટર (૧૫.૮ ટકા), બ્રાડફોર્ડ (૨૪.૭ ટકા) છે. અચંબો તો એ વાતનો થાય કે લંડન જેવા શહેરમાં ૧૦૦ થી વધુ શરીયા કોર્ટ છે. સાઉદી અરેબિયા ખાતેના બ્રિટિશ રાજદૂત સિમોન કોલીસે પણ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે અને મક્કાની હજયાત્રા કરી આવ્યા પછી પોતાની ઓળખ હાજી કોલીસ તરીકે આપે છે!

મુસ્લિમની વસ્તી યુરોપમાં વધવાના ઘણાં કારણો છે, જેમ કે બહારના દેશોના મુસ્લિમો યુરોપમાં ઠલવાઈ રહ્યા છે. પાકિસ્તાન, ઈરાક, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન અને બાંગ્લાદેશમાં સતત અશાંતિના કારણે ઘણા મુસ્લિમો યુરોપમાં જઈને વસ્યા છે. પરંતુ જ્યારે વસતિ ગણતરી થાય ત્યારે મુસ્લિમોની અલગ ગણના થાય

એ સ્વાભાવિક છે. બીજું કારણ એ છે કે એક મુસ્લિમ યુરોપના દેશમાં સેટ થયા પછી બીજાને બોલાવવામાં એ પોતાનો ધર્મ માને છે. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે મુસ્લિમો, યુરોપના મૂળ લોકો કરતાં ઊંચો ફર્ટીલીટી રેટ ધરાવે છે. અર્થાત તેઓ વધુ સંતાન પેદા કરી શકે છે. યુરોપમાં બે બસવાળો કાયદો નથી.

ત્યાં વસતિ વધારનારને બોનસ અપાય છે. યુરોપમાં હાલમાં વસતા મુસ્લિમો માતબર, પૈસાદાર અને ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવનારા છે. આ મુસ્લિમોની સંખ્યા હાલમાં ઓછી છે. પરંતુ જ્યારે સંગઠીત થઈને તાકાત બતાવવાનો સમય આવ્યો ત્યારે તેમણે ખુલ્લા મને યુરોપના દેશોની નીતિઓનો વિરોધ કર્યા છે અને વિશ્વભરના લોકોને પોતાના વિરોધનો મેસેજ મોકલ્યો હતો.

બુરખા, દુપટ્ટા જેવા વિવાદો તો યુરોપના દેશોમાં ખૂબ કોમન બની ગયા છે. યુરોપમાં મુસ્લિમ ડ્રેસકોડ માટે પણ વિવાદ ચાલે છે. છાશવારે દુપટ્ટા અને બુરખા બાબતે લોકો વિવાદે ચઢે છે અને મામલો કોર્ટે ચઢે છે. આવા મામલા વખતે યુરોપનો મુસ્લિમ સમાજ વધુ સંગઠીત થયેલો જણાય છે. હમણા  કેરળની એક શૈક્ષણિક  સંસ્થાએ મુસ્લિમ  વિદ્યાર્થિનીઓના  મોં ઢંકાય  તેવા બુરખા  પહેરવાની મનાઈ  ફરમાવી તો એ સંસ્થના ટ્રસ્ટીઓને  ધર્મઝનૂનીઓ  તરફથી  મોતની ધમકી આપવામાં આવી.

મુસ્લિમોના આ વસતિવધારા પાછળ બેલ્જિયમ જેવા યુરોપીય દેશોની નીતિ પણ કારણભૂત છે. સસ્તા મજૂરો મેળવવા માટે બેલ્જિયમે મોરોક્કો અને તુર્કી જેવા દેશો સાથે સ્થળાંતર અંગે ખાસ કરારો કર્યા હતા. એ કરારો મુજબ સ્થળાંતર કરનાર મુસ્લિમોને એમનાં કુટંબો સહિત બેલ્જિયમમાં આવા દેવામાં આવતા હતા. બેલ્જિયમને  એના ઉદ્યોગો માટે ઈટાલિયન, સ્પેનિશ, ગ્રીક અને પોર્ટુગીઝ મજૂરો કરતાં મોરોક્કો અને તુર્કીના મુસ્લિમ મજૂરો વધુ સસ્તા પડતા હતા.

આટલું ઓછું હોય તેમ બેલ્જિયમની સરકાર આ મુસ્લિમ મજૂરોને બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપતી હતી જેથી સરકારને વધુ ને વધુ યુવાન મજૂરો મળી રહે.  સરકારની આવી નીતિઓને કારણે મુસ્લિમ મજૂરો આવ્યા અને એમણે વસતિવધારો પણ સરકારની ઈચ્છા મુજબ જોરશોરથી ચાલુ કર્યો. આ રીતે જોઈએ તો યુરોપની ખરી તકલીફ બે વર્ષમાં  વધી  છે.  લોકોને ઈસ્લામ સામે વાંધો એ છે કે એ મઝહબ બીજી સંસ્કૃતિમાં ભળી નથી શકતો.

જોકે યુરોપિયનોનો મુસ્લિમો સામેનો અણગમો કે વિરોધ વાસ્તવમાં તો મુસ્લિમોમાં બળવાખોરી જગાવી રહ્યો છે. ઈમિગ્રેશન પોલિસી સામે જર્મનીમાં નેવુંના દાયકાની શરૂઆતમાં અણગમતી ચર્ચાઓ શરૂ થઈ ત્યારે નિરાશ્રિત મુસ્લિમોને ઘણું સહન કરવું પડયું હતું. તુર્કોએ આનો બદલો નિયો-નાઝીઓની ધોલાઈ કરીને વાળ્યો હતો. આજે આવાં કારણોસર જ જર્મનીમાં વસતા મુસ્લિમોમાં ધર્મ-આધારિત રહેણીકરણી વધી છે. તેઓ પોતાની વસાહતો બનાવીને એમાં પુરાઈને રહે છે.

એમને જર્મન શીખવામાં જરાય રસ નથી. બ્રિટનનાં એક ખ્રિસ્તી સાધ્વીનું કહેવું છે કે ખ્રિસ્તી ધર્મ એક બિનસાંપ્રદાયિક ઓળખ સ્થાપિત કરવા મથી રહ્યો છે અને ઈસ્લામ ઝનૂનભેર ફેલાઈ રહ્યો છે ત્યારે એવું લાગે છે કે સોવિયેટ સંઘ સામેના શીતયુદ્ધનું સ્થાન, માનસિક રીતે, ઈસ્લામ સામેના શીતયુદ્ધે લીધું છે. ચારેક વર્ષ પહેલાં પૂર્વ લંડનની એક મસ્જિદમાં મુસ્લિમવિરોધીઓએ ડુક્કરનાં ડોકાં કાપીને ફેંક્યાં હતાં. આવા છુટ્ટાછવાયા બનાવો યુરોપના સારી એવી મુસ્લિમ વસતિ ધરાવતા દરેક શહેરમાં બનતા જ રહે છે.

યુરોપનાં શહેરોની રાજધાનીઓમાં ફરતા મુસ્લિમોમાં, ખાસ કરીને બેકાર મુસ્લિમ યુવકોમાં તનાવ અને રોષની લાગણી વારંવાર ઉછાળા મારતી રહે છે. થોડા સમય પહેલાં તેમણે ફ્રાન્સમાં દેખાવો કર્યા હતા. અત્યારે બેલ્જિયમમાં તનાવભરી પરિસ્થિતિ છે. બ્રસેલ્સમાં ગયા એપ્રિલમાં મુસ્લિમ યુવકો પોલીસ સાથે બાખડી પડેલા.

પશ્ચિમ અને ફરી માથું ઊંચકી રહેલા ઈસ્લામ વચ્ચેની આ તનાવભરી સ્થિતિને કારણે જૂનાં મડદાં ફરીથી કબરમાંથી બેઠાં થઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેની ખાઈ બહુ ઊંડી છે અને એનાં તળ હજારેક વર્ષ જૂનાં છે. બન્ને પ્રજાઓ વચ્ચે ક્રુસેડ (ધર્મયુદ્ધ) અને જેહાદનો એક લાંબો ઈતિહાસ છે.

નવાઈની વાત તો એ છે કે બ્રિટનના ટેબ્લોઈડ પ્રેસે  ઈસ્લામને ખતરનાક અને જુનવાણી કહીને ઓળખાવ્યો છે. ટેબ્લોઈડ પ્રેસ ઈસ્લામને આડકતરી રીતે ચાબખા મારવાની એક પણ તક જતી નથી કરતું.

ઈરાક પરના અમેરિકી હુમલા વખતે લંડનમાં ૧૦ લાખ મુસ્લિમોની એન્ટવૉર રેલી જોઈને વિશ્વ ચોકી ઉઠયું હતું. ૨૦૦૪ માં ૧૧ માર્ચે મેડ્રીડ ખાતે મુસ્લિમ ત્રાસવાદીઓએ કરાવેલા બોમ્બ વિસ્ફોટમાં ૮૦૨ લોકો માર્યા ગયા હતા. મુસ્લિમ મહિલાઓ પર મુસ્લિમ સમાજ દ્વારા થતા અત્યાચારો અંગેની ફિલ્મ બનાવનારને એમસ્ટર્ડમ ખાતે એક ડચ મુસ્લિમે મારી નાખ્યો હતો.

જુલાઈ-૭, ૨૦૦૫ના રોજ લંડનમાં ચાર સ્યુસાઈડ બોમ્બરોએ આતંક મચાવ્યો હતો. તેમાંનો એક બસમાં ચઢી ગયો હતો. બોમ્બ ફાટતાં તે પોતે પણ બસના બાવન પ્રવાસીઓ સહિત ફૂંકાઈ ગયા હતા. પેરિસ અને ફ્રાન્સના બીજા શહેરોમાં તથા બ્રિટન અને તુર્કીમાં હુલ્લડો થયાં તે ઘટનાને હજુ યુરોપના લોકો ભૂલ્યા નથી. મહમદ પયંગબરનું અપમાન કરતું કાર્ટૂન છાપનાર ડેનમાર્કના પેપર સામે વિશ્વભરમાં દેખાવો થયા હતા. ગઝાપટ્ટી પર થયેલા બોમ્બમારા અંગે બ્રિટનમાં જોરદાર વિરોધ થયો હતો.

વધુ આવતા ભાગમાં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.