સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા પણ વિડીઓ પણ જોવા મળી રહ્યા છે જેના જેતે જોતા તેમના પર વિશ્વાસ કરવો ખુબ અઘરો થઇ જાય છે. આજ કાલ જોવા જઈએ તો લોકો પોતાના દિવસનો મોટાભાગનો સમય ફોનમાં કાઢે છે. જયારે જોવા જઈએ તો વધુ પડતો ઉપયોગ ફોન દ્વારા સોશિયલ મીડિયાનો કરે છે. જયારે અનેક પ્રકારના વિડીઓ જુએ છે અને શેર પણ કરે છે. ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં થોડી જ સેકન્ડોમાં કોલ્ડ ડ્રીંકની બોટલનું ઢાકનું ખોલી નાખે છે.
11 સેકન્ડની અંદર જ ખોલી નાખ્યું ઢાકણ:
બે મધમાખીઓ કોલ ડ્રિક્સની બોટલનું ઢાંકણ ખોલતા જોવું એ ખુબ જ નવાઈની વાત કહી શકાય. તમે આ પ્રકારનો વિડીઓ પહેલા નહિ જોયો હોય. આ વાયરલ વીડીઓમાં કોલ ડ્રિક્સની બોટલના ઢાંકણ પર બેઠેલી 2 મધમાખી જોવા મળી રહી છે. આ બંને મધમાખીઓએ ૧૧ સેકન્ડમાં જ આ કોલ ડ્રિક્સની બોટલનું ઢાંકણ ખોલી નાખ્યું. આ 11 સેકન્ડના વિદીઓને અત્યાર સુધીમાં ૨ લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.
સાથે મળીને કર્યું કામ જેથી થયા સફળ:
આ ૧૧ સેકન્ડનો વાયરલ વિડીઓ Buitengebieden નામના ટિવિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડીઓમાં તમે જોઈ શકો છો કે જો ભેગા મળીને કાર્ય કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. આવી જ રીતે સોશિયલ મીડિયામાં આવા મજેદાર વિડીઓ જોવા મળી રહે છે. લોકોને આ પ્રકારના મજેદાર વિડીઓ ખુબ જ ગમે છે.
Two bees opening a soda bottle together.. ? pic.twitter.com/SFjV2wb14I
— Buitengebieden (@buitengebieden_) May 25, 2021
ધડાધડ યુઝર્સ કરવા લાગ્યા લાઇક:
આ વાયરલ થઈ રહેલા વીડીઓમાં અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકો લાઈક આપી ચુક્યા છે. જ્યારે 4,256 યુઝર્સ રીટ્વીટ પણ કરી ચુક્યા છે. તેમાં યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. તમામ લોકોને આ વાયરલ વિડીઓ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ બંને મધમાખીઓએ એ મળીને કામ કર્યું જેને લીધે લોકો પણ આ ટીમ વર્કના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.