આખા દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. એક જ દિવસમાં કોરોનાના નવા સૌથી વધુ કેસ નોંધાવાના મામલે ભારત હવે વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલને પછાડીને પહેલા નંબરે આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૫૨,૯૭૨ કેસ નોંધાયા છે જ્યારે ૭૭૧ને કોરોના ભરખી ગયો છે. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૮,૧૩૫ થયો છે.
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૭,૦૦૦થી વધુ અને બ્રાઝિલમાં ૨૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૮,૦૩,૬૯૫ થઈ છે જ્યારે યોગ્ય સારવારને કારણે ૧૧,૮૬,૨૦૩ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસની સંખ્યા ૫,૭૯,૩૫૭ છે. કોરોનાનું સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક બિહાર, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. દેશમાં સતત પાંચમા દિવસે ૫૦,૦૦૦થી વધુ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૫૭૪ લોકો રિકવર થયા છે. આથી રિકવરી રેટ વધીને ૬૫.૭૬ ટકા થયો છે જ્યારે પોઝિટિવિટી રેટ ૧૧ ટકાથી વધીને ૧૩.૯૦ ટકા થયો છે. મૃત્યુ દર ઘટીને ૨.૧૩ ટકા થયો છે.
દક્ષિણનાં રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુમાં કોરોના વકર્યો
દક્ષિણનાં રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણા તેમજ તામિલનાડુમાં કોરોના વકર્યો છે. આંધ્રમાં રવિવારે નવા ૮,૫૫૫ કેસ નોંધાયા હતા અને ૬૭ નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧,૪૭૪ થયો હતો. ૬,૨૭૨ લોકો સાજા થયા હતા. જો કે ૭૪,૪૦૪ કેસ એક્ટિવ હતા. જ્યારે ૮૨,૮૮૬ લોકો સાજા થયા હતા. તેલંગણામાં ૨૪ કલાકમાં ૯૮૩ કેસ આવ્યા હતા અને ૧૧નાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંક ૫૫૧ થયો હતો. બીજી બાજુ બેંગ્લુરૂમાં આવેલા ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં રહેતા ૧૯ લોકોને કોરોના થતા હડકંપ મચ્યો હતો કોરોના પોઝિટિવમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ અને તેમના પરિવારજનો સામેલ છે.
૨૪ કલાકમાં કયા દેશમાં કેટલા નવા કેસ નોંધાયા?
દેશ નવા કેસ
ભારત ૫૨,૯૭૨
અમેરિકા ૪૭,૫૧૧
બ્રાઝિલ ૨૫,૮૦૦
પેરૂ ૨૧,૩૫૮
કોલંબિયા ૧૧,૪૭૦
દ. આફ્રિકા ૮,૧૯૫
રશિયા ૫,૩૮૭
આર્જેન્ટિના ૫,૩૭૬
ફિલિપાઈન્સ ૪,૯૫૩
મેક્સિકો ૪,૮૫૩
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP