છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ આફતો આવી જ રહી છે. એવામાં ઘણા લોકો પોતાની ભવિષ્યવાણી(Prophecy) રજુ કરતા હોય છે. તેમજ તેના કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. તેમણે કરેલી ભવિષ્યવાણી સાચી પડે તો લોકો તેમને માનવા લાગે છે. ઘણા એવા જ લોકો સમજી શકતા હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે જેને લઈને તેઓ લોકોને પહેલાથી જ સંકેત આપી દેતા હોય છે.
એવામાં હમણાં છેલ્લા થોડા સમયથી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ખુબ જ સાંભળવા મળતી હતી. તેમજ તે પોતે હાલ આ દુનિયામાં હયાત નથી પણ તેમની કરેલી ભવિષ્યવાણીમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે તેના કારણે તેમનું નામ આજે પણ ચર્ચામાં રહે છે. આવા લોકો સચોટ અભ્યાસ ધાર્મિક તારણો અને વૈજ્ઞાનિક કારણોને આધારે ભવિષ્યવાણી કરતા હોય છે. તેમાંથી કેટલાક લોકો એવા હોય છે જેમની ભવિષ્યવાણી મોટાભાગે સાચી સાબિત થતી હોય છે અને તે કારણે જ તેઓ ચર્ચાનો વિષય બની જતા હોય છે.
ત્યારે હાલ આવું જ કઈક સામે આવ્યું છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આવી જ રીતે એક ભવિષ્યવાણી કરવામાં આવી છે અને આ ભવિષ્ય વાણી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ વિડીયો પરબધામના મહંત કરસનદાસ બાપુનો છે. તેમણે 2023 અને 2024 ના વર્ષ માટે ભવિષ્યવાણી કરી છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં મહંત કરસનદાસ બાપુએ જણાવ્યું છે કે, લોકો માટે વર્ષ 2023 અને વર્ષ 2024 કેવું રહેવાનું છે. તેઓ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે આવનારા બે વર્ષ કેવા રહેવાના છે. તેઓ વીડિયોમાં કહે છે કે આ બે વર્ષ દરમિયાન લોકોને અનાજની ખૂબ જ તકલીફ પડશે, તેથી જરૂરી એટલું અનાજ ભેગુ કરી રાખવું. બાજરો તેમજ જુવાર ખેતરમાં પકવીને રાખવા. કારણ કે, આખી દુનિયામાં આ વર્ષ દરમિયાન છ અબજ માણસો ભૂખના કારણે મરી જશે તેવામાં જેની પાસે ખાવા માટે બાજરો અને પાણી હશે તેનું જીવન પસાર થશે.
આ પ્રકારની અનેક ભવિષ્યવાણીઓ પહેલા પણ વાયરલ થઈ ચુકી છે. જેથી આ વિડીયો અંગે ત્રિશુલ ન્યુઝ કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતુ નથી. આ પહેલા એવું આવ્યું હતું કે વર્ષ 2020 માં ભયંકર વાયરસ આવશે અને આ વાયરસ દુનિયા આખીને ચપેટમાં લઈ લેશે. આ ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ હતી અને કોરોનાવાયરસએ કરોડો લોકોનો ભોગ લીધો તેવામાં વર્ષ 2023 અને 24 માટે કરેલી આ ભવિષ્યવાણીનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે. હવે આ ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય, એ તો આવનારો સમય જ બતાવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.