સપના દરેક વ્યક્તિને આવે છે. કેટલીકવાર આ સપના આપણને કંઈક વિશેષ ચેતવણી આપવા માંગે છે. આવી સ્થિતિમાં સપનાના આધારે આપણે સંકેતોને સમજવા જોઈએ. આ સંકેતો સારા કે ખરાબ બંને હોઈ શકે છે. આજે અમે તમને આવી જ એક વિચિત્ર ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચમત્કારોમાં વિશ્વાસ કરવા લાગશો.
જાણવા મળ્યું છે કે, છત્તીસગઢના રાયગઢમાં એક અનોખી ઘટના બની. અહીં બાબા એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા હતા જેમાં તેમણે શિવલિંગને જંગલમાં દટાયેલ હોવાનું જણાવ્યું હતું. બાદમાં જ્યારે તે સ્થળનું ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે દરેક વ્યક્તિ આ દૃશ્ય જોઈને બધા સ્તબ્ધ રહી ગયા હતા. આ સમગ્ર મામલો છત્તીસગઢના રાયગઢ જિલ્લાના બરમકેલા બ્લોકના કલગીતાર ગામ નજીક આવેલા જંગલ સાથે સંબંધિત છે.
અહીં એક યુવાન તેની બહેન અને જીજાના ઘરે આવ્યો હતો. આ યુવક 2014માં કામ કરવા માટે ચેન્નઈ ગયો હતો. થોડા દિવસો પહેલા તેને વિચિત્ર સપના આવવા લાગ્યા હતા. સ્વપ્નમાં તેણે એક બાબાને જોયા હતા. આ બાબાએ કહ્યું કે, તેના ગામના જંગલમાં એક જગ્યાએ શિવલિંગ દટાયેલ છે. સ્વપ્નમાં બાબાને મળ્યા બાદ વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું.
આ પછી, ત્રણ-ચાર દિવસ પહેલા જ વ્યક્તિ તેની બહેન અને જીજાના ઘરે આવ્યો. અહીં આવ્યા બાદ બાબા ફરી સ્વપ્નમાં આવવા લાગ્યા. યુવકે આ અંગે તેના જીજાને જણાવ્યું અને ગામના અન્ય કેટલાક લોકોને પણ કહ્યું. તેમણે કહ્યું કે, મને એક જગ્યાનું સપનું આવ્યું હતું જ્યાં જંગલમાં એક જગ્યાએ શિવલિંગ દટાયેલ છે. આપણે ત્યાં ખોદકામ કરવું જોઈએ.
જોકે, ગામલોકોએ કહ્યું કે ત્યાં પર્વત પર કોઈ બાબા રહેતા નથી. તેમ છતાં વ્યક્તિ તેની જિદ્દ પર અડગ રહ્યો અને દેવવન યોની જંગલમાં પહોંચ્યો. જ્યાં તેને જે જગ્યાનુ સપનું આવ્યુ હતું ત્યાં તેણે ઝંડો લગાવ્યો. ત્યારબાદ તે ગ્રામજનો સાથે તે જ સ્થળે ગયો અને ત્યાં ખોદકામ કરાવ્યું. આ ખોદકામમાં બહાર આવ્યું તે જોઈ ગ્રામજનોના પણ હોશ ઉડી ગયા.
આ ખોદકામમાં 1 શિવલિંગ, 3 કલશ, 3 ત્રિશુલ, 547 રુદ્રાક્ષ, તાંબાના સાપ અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પિંડ પણ મળ્યા હતા. આ ઉપરાંત, આશ્ચર્યજનક બાબત એ હતી કે આ બધી વસ્તુઓ વ્યક્તિએ માહિતી આપી હતી તે જ જગ્યાએ મળી આવી હતી. આ માણસનો દાવો છે કે તેને સ્વપ્નમાં આ જગ્યા વિશે માહિતી મળી હતી.
સ્વપ્નમાં આવેલા બાબાએ તેમને આ વસ્તુઓ દટાયેલ હોવાની જાણ કરી હતી. આ જગ્યાનું નામ આપનાર વ્યક્તિનું નામ રામ ગોપાલ ચૌહાણ છે. જણાવી દઈએ કે, 26 વર્ષીય રામ ગોપાલ સારણગઢ બ્લોક હેઠળ ધુતા ગામનો રહેવાસી છે. તે બરમકેલા બ્લોકના કલગાટાર ખાતે તેમની બહેન અને જીજાના ઘરે ગયો હતો. ખોદકામમાં ભગવાનની વસ્તુઓ મળ્યા બાદ આસપાસના લોકો ત્યાં પૂજા પણ કરવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.