શોલે ફિલ્મની જેમ દારૂના નશામાં ધુત આ વ્યક્તિ ચડી ગયો TVના ટાવર પર અને પછી તો….

દિલ્હીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. સવારે 11: 23 વાગ્યે ડીડી નં. 22 એ સાકેત પોલીસ સ્ટેશનનો પીસીઆર વિડિઓ કોલ આવ્યો. કોલ પર…

દિલ્હીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. સવારે 11: 23 વાગ્યે ડીડી નં. 22 એ સાકેત પોલીસ સ્ટેશનનો પીસીઆર વિડિઓ કોલ આવ્યો. કોલ પર જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ પુષ્પ વિહારના એશિયન માર્કેટ, સેક્ટર 3 માં ટીવી મોબાઇલ ટાવરની ઉપર ચડી ગયો છે અને નીચે આવવાનો ઇનકાર કરી રહ્યો છે.

ઘટના સ્થળ પર પહોચતા જણાયું હતું કે, 20 વર્ષીય વ્યક્તિ ટીવીના ટાવર પર ચડી ગયો હતો. ઘણા લોકો તેને નીચે ઉતરવાની વિનંતી કરી રહ્યા હતા. તેમને વારંવાર કહેવા છતાં તે નીચે ઉતરતો ન હતો.

આ સમગ્ર ઘટનાને જોઇને એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ સ્થળ પર દોડી આવી હતી. તેમ છતાં પણ તે નીચે આવ્યો નહોતો. આ દરમિયાન તેના માતાપિતા પણ ત્યાં પહોંચ્યા અને કહ્યું કે ટીવીના ટાવર ઉપર ચડેલા વ્યક્તિનું નામ સતિષ કુમાર છે અને તેના પિતાનું નામ મહેશ યાદવ છે. આ વ્યક્તિ પ્લોટ નંબર 22 અનુપમ ગાર્ડન ગલી નંબર 6 સૈનિક ફાર્મમાં રહે છે.

ટાવર ઉપર ચડેલા શખ્સના પિતાએ જણાવ્યું કે તે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે તે ઘર છોડીને ગયો હતો અને તે પછી તે ઘરે પરત ફર્યો ન હતો. તેના પિતાએ એવી પણ માહિતી આપી હતી કે તે ખાનગી મજૂરનું કામ કરે છે અને તેને દારૂ પીવાની ટેવ છે.તેના માતાપિતાની ઘણી વિનંતીઓ છતાં આ શખ્સ ટાવર પરથી નીચે આવ્યો ન હતો. ત્યારબાદ મોટી હાઇડ્રા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.

લગભગ એક કલાક પછી શખ્સ ટાવર પરથી નીચે આવ્યો. જે નશાની હાલતમાં હતો. ત્યારબાદ આ શખ્સને તબીબોની તપાસ હેઠળ મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *