ટ્રેનમાં સફર કરતા લોકો માટે ખુશીના સમાચાર, જો આ ટ્રેન લેટ હશે તો મુસાફરોને મળશે મોટું વળતર

દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસનું સંચાલન IRCTC તરફથી 4 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે. ટ્રેનમાં મુસાફરોને અનેક પ્રકારની સુવિધા…

દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસનું સંચાલન IRCTC તરફથી 4 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે. ટ્રેનમાં મુસાફરોને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત તેજસ એક્સપ્રેસ દેશની એવી પ્રથમ ટ્રેન હશે જેના લેટ થવાના સંજોગોમાં મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. જો ટ્રેન દિલ્હીથી લખનઉ કે લખનઉથી દિલ્હી સુધીની મુસાફરીમાં 1 કલાક લેટ થાય છે તો તેજસમાં મુસાફરી કરી રહેલા દરેક મુસાફરને 100 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.

25 લાખનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તદન ફ્રી

આ જ રીતે ટ્રેન જો તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં બે કલાક કે તેનાથી વધુ સમય માટે લેટ થાય છે તો દરેક મુસાફરને 250 રૂપિયા વળતર પેટે ચૂકવાશે. મુસાફરોને આ વળતર IRCTC આપશે. આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને IRCTC તરપથી 25 લાખનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તેજસ એક્સપ્રેસ દેશની પ્રથમ ટ્રેન છે જેને આગામી દિવસોમાં બિડિંગ પ્રક્રિયા દ્વારા ખાનગી પ્લેયરને સોંપવામાં આવશે.

ટ્રેનની વિવિધ વિશેષતાઓ .

1. લખનઉ-દિલ્હી તેજસ ટ્રેનમાં કોઈ પણ રાહતની સુવિધાવાળી ટિકિટ નહીં હોય. સાથે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકની આખી ટિકિટ લાગશે. 5 વર્ષથી નાની વયના બાળકની કોઈ ટિકિટ લાગશે નહીં.

2. તાત્કાલિક રિઝર્વેશન ટ્રેન છુટવાના 4 કલાક પહેલાથી માંડીને ટ્રેન છુટવાના 5 મિનિટ પહેલા સુધી મળશે. તેમાં કોઈ પણ પ્રકારનું તાત્કાલિક કે પ્રિમિયમ તાત્કાલિક ક્વોટા નહીં હોય.

3. ટ્રેનમાં માત્ર વિદેશી પ્રવાસીઓ માટે જ ક્વોટા નક્કી કરવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ માટે એક્ઝીક્યુટિવ ક્લાસમાં 5 સીટ અને ચેર કારમાં 50 સીટ ક્વોટા તરીકે હશે.

4. ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમને પેટીએમ, ફોનપે, મેક માય ટ્રિપ, ગૂગલ પે, ઈબૂબો અને રેલ યાત્રી દ્વારા પણ બૂકિંગ કરાવી શકો છો. ટ્રેન માટે એડવાન્સ બૂકિંગનો સમયગાળો 60 દિવસ હશે.

5. તેજસ ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ પ્રવાસીઓને 25 લાખનો મફત વીમો મળશે.

6. મુસાફરી દરમિયાન ચા પીવાની ઈચ્છા થાય તો તમે ઓટોમેટિક વેન્ડિંગ મશીમાંથી ચા પી શકો છો. દરેક કોચમાં આ મશીન હશે.

7. આ ઉપરાંત મુસાફરોને રેલવે નીર પાણીની બોટલ સાથે-સાથે દરેક કોચમાં RO મશીન પણ લગાવાશે.

8. મુસાફરી કરનારાઓને વિશેષ સુવિધા અંતર્ગત ઘરેથી સામાન સાથે પિક અપ કરવાની સાથે જ તમારા ગંતવ્ય સ્થાન સુધી ડ્રોપ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. તેના માટે તમારે વધારાની ચૂકવણી કરવાની રહેશે. બિઝનેસ કે એક્ઝીક્યુટિવ ક્લાસ પેસેન્જરને રેલવે સ્ટેશન પર લાઉન્જ ફેસિલિટી આપવાની પણ યોજના છે.

9. ટ્રેનમાં એર હોસ્ટેસની જેમ ટ્રેન હોસ્ટેસ મુસાફરોને ભોજન પીરસશે. નાસ્તાના સમયે કોર્નફ્લેક્સ, ફ્રૂટ સલાડ, બન્સ, પૌઆ, ચા-કોફી સુધી આપવાની યોજના છે.

10. જો તમે મુસાફરી દરમિયાન બોર થી જાય છો તો ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટનું પણ ટ્રેનમાં ધ્યાન રાખવામાં આવશે.

11. ટ્રેન લખનઉથી દિલ્હી વચ્ચેનું અંતર 6.15 કલાકમાં પુરું કરશે.

ટ્રેનનો સંચાલન સમય 

તેજસ એક્સપ્રેસ ટ્રેન સવારે 6.10 કલાકે લખનઉથી ઉપડશે અને બપોરે 12.25 કલાકે નવી દિલ્હી સ્ટેશને પહોંચી જશે. નવી દિલ્હીથી સાંજે 4.30 કલાકે પરત ફરશે અને રાત્રે 10.45 કલાકે લખનઉ સ્ટેશને પહોંચી જશે. IRCTCની વેબસાઈટ કે ઓથોરાઈઝ્ડ એજન્ટ પાસેથી તમે તેનું બુકિંગ કરાવી શકાશે. ટ્રેન લખનઉથી દિલ્હી વચ્ચેનું અંતર 6.15 કલાકમાં પુરું કરશે.

તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું:

દિલ્હીથી લખનઉ(AC Chair Car) : Rs 1,280 (મૂળ ભાડું Rs 895 + GST Rs 45 + કેટરિંગ ચાર્જ Rs 340) અને Executive Chair Car is Rs 2,450 (મૂળ ભાડું Rs 1,966 + GST Rs 99 + Catering charge Rs 385).

દિલ્હીથી કાનપુર (AC Chair Car) : Rs 1,155 (Base fare Rs 776 + GST Rs 39 + કેટરિંગ ચાર્જ Rs 340) અને Executive Chair Car is Rs 2,155 (મૂળ ભાડું Rs 1,685 + GST Rs 85 + કેટરિંગ ચાર્જ Rs 385).

લખનઉથી દિલ્હી ( AC Chair Car) : Rs 1,125 (મૂળ ભાડું Rs 895 + GST Rs 45 + કેટરિંગ ચાર્જ Rs 185) અને Executive Chair Car at Rs 2,310 (મૂળ ભાડું Rs 1,966 + GST Rs 99 + કેટરિંગ ચાર્જ Rs 245).

લખનઉથી કાનપુર (AC Chair Car) : Rs 320 (મૂળ ભાડું Rs 285 + GST Rs 15 + કેટરિંગ ચાર્જ Rs 20) અને Executive Chair Car is Rs 630 (મૂળ ભાડું Rs 571 + GST Rs 29 + Catering charge Rs 30).

લખનઉથી ગાઝિયાબાદ (AC Chair Car) : Rs 1,125 (મૂળ ભાડું Rs 895 + GST Rs 45 + કેટરિંગ ચાર્જ Rs 185) અને Executive Chair Car at Rs 2,310 (મૂળ ભાડું Rs 1,966 + GST Rs 99 + કેટરિંગ ચાર્જ Rs 245)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *