પ્રધાનમંત્રી મોદીએ પહેલા જ દિવસે આપી શહીદ જવાનોના પરિવાર માટે મોટી ભેટ- જાણો અહી

આખરે ત્રણ મહિનાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારનું ગઠન થઈ ગયું છે. ગુરુવારે નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધી, તેમના સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધી છે. જેમાં કુલ 25 કેબિનેટ મંત્રી છે (PM સહિત) જ્યારે 9 સ્વતંત્ર પ્રભાર, 24 રાજ્યમંત્રી સામેલ છે. શપથની સાથે જ PM મોદીએ કામ પણ શરૂ કરી દીધું છે, આ ઉપરાંત તમામ મંત્રીઓમાં કામકાજની વહેંચણી પણ થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારનો પહેલો મોટો નિર્ણય લઈ લીધો છે. જેની જાણકારી તેમણે ટ્વિટર પર આપી છે. PM મોદીએ ટ્વિટ કર્યું છે કે, અમારી સરકારનો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે. પહેલા નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમાં બદલાવ કરીને PM મોદીએ આતંકી, માઓવાદી હુમલામાં શહિદ જવાનોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો નિર્ણય લીધો છે.

આ યોજનાના દાયરામાં હવે પોલીસકર્મીઓના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કોલરશિપ સ્કીમ અંતર્ગત નક્સલ અને આતંકી હુમલામાં શહિદ થયેલા સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ, પેરામિલિટ્રી ફોર્સીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રાજ્ય પોલીસના જવાનોના બાળકો માટે છે. આ શહિદોના બાળકોનાના ટેકનિકલ ઈન્સ્ટીટ્યુશનના અભ્યાસ (જેવાકે, મેડિકલ, ડેન્ટલ, વેટનરી, એન્જિનિયરીંગ, MBA, MCA તેમજ અન્ય ટેકનિકલ પ્રોફેશન્સ કે જે AICTE/EGC અપ્રૂવ્ડ છે) તે તમામને આ સ્કોલરશિપનો લાભ મળશે.

PMSS સ્કીમ અંતર્ગત દર વર્ષે મિનિસ્ટર ઓફ ડિફેન્સ દ્વારા કંટ્રોલ કરાતી આર્મ્ડ ફોર્સીસના શહિદોના 5500 બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કંટ્રોલ કરાતી પેરામિલિટ્રી ફોર્સના 2000 બાળકો જ્યારે મિનિસ્ટ્રી ઓફ રેલવે અંતર્ગત આવતા ફોર્સીસના 150 બાળકોને તેનો લાભ આપવામાં આવે છે. આ તમામને સરકાર દ્વારા મળતી માસિક સ્કોલરશિપમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારસુધી આ યોજના અંતર્ગત શહિદના દીકરાને મહિનાના 2000 રૂપિયા જ્યારે દીકરીને મહિનાના 2250 રૂપિયા મળતા હતા, જે વધારીને હવે દીકરાને 2500 રૂપિયા જ્યારે દીકરીને મહિનાના 3000ની સ્કોલરશિપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *