સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)માં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પલસાણા(Palsana) ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્ક(Eco Textile Park)માં આવેલી રતન પ્રિયા મિલ(Ratan Priya Mill)માં કામ કરતાં યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસ(Police) દ્વારા મિલના સીસીટીવી(CCTV)ની ચકાસણી કરવામાં આવતા તેને તેની સાથે કામ કરતાં શખ્સે કાપડના તાકામાં નાંખી દાટી દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મરનારની પત્ની સાથે હત્યા કરનારને એક તરફી પ્રેમ હોવાનું જણાયું છે.
આકાશબાબુ રામ બહાદુર કોરી તેની પત્ની સાથે પલસાણા તાલુકાના ઈટાલવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળના મકાનમાં રહેતો હતો અને ઈકો ટેક્સટાઈલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં નોકરી કરતો હતો. લક્ષ્મણ ગિરજાશંકર આરક પણ આકાશબાબુ સાથે કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોવાથી તે એકતરફી પ્રેમમાં હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવા પ્રયત્ન કરતાં આકાશબાબુ તથા તેના વતનમાં અન્ય લોકો દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. જે હજી સુધી લક્ષ્મણના મનમાં હતું.
સુતેલા યુવક પર કપડાના તાકા નાખી કરી હત્યા – જુઓ દિલધડક વિડીયો #palsana #surat pic.twitter.com/LTuqXrg4vh
— Trishul News (@TrishulNews) February 18, 2022
14મીએ સોમવારે રાત્રે આકાશબાબુ અને લક્ષ્મણ મિલમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધરાતે આકાશબાબુ કપડાના તાકા પાસે જ સૂઈ ગયા હતા. તે સમયે લક્ષ્મણે આકાશબાબુ પર તાકા નાખી દિહ હતા. આકાશબાબુનું દટાઈ જતા મોત નીપજ્યું હતું. આ દરમિયાન ગુરૂવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડતા આકાશબાબુની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે મિલમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી રહ્યા હતા ત્યારે આકાશબાબુ સૂતો હતો લક્ષ્મણ કપડાના તાકા તેની પર નાખતા જોવા મળતા પોલીસ દ્વારા લક્ષ્મણને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમિયાન, લક્ષ્મણે કબૂલાત કરી હતી કે તે આકાશબાબુની પત્ની સાથે પ્રેમમાં હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપતાં મનમાં અદાવત રાખી હત્યા કરી છે. પોલીસ દ્વારા આ અંગે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.