કોરોના સામે લડી રહેલા ગુજરાતના કોરોના વોરીયર્સ માટે આ વ્યક્તિએ આપી અમુલ્ય ભેટ

સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે કોરોના વોરિયર્સ કહેવાતા ડૉક્ટર, નર્સ તેમજ મેડિકલ સ્ટાફ સતત કોરોના…

સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે કોરોના વોરિયર્સ કહેવાતા ડૉક્ટર, નર્સ તેમજ મેડિકલ સ્ટાફ સતત કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહીને દર્દીઓને સાજા કરવા માટેનાં પ્રયત્ન કરી રહ્યા છે.

દર્દીની સારવાર કરતી વખતે ડૉક્ટર, નર્સ તેમજ મેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. અમદાવાદમાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા માટે એક મોટર ડીલર દ્વારા અમદાવાદની કિડની હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ હોસ્પિટલ સ્ટાફને કુલ 3 ટુ-વ્હીલર ભેટમાં આપી હતી તેમજ કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

રિપોર્ટ મુજબ અમદાવાદમાં ‘હીરો મોટર્સ’ કંપનીની સાથે સંકળાયેલ ‘શક્તિ મોટર્સ’નાં ડીલર શિરીષકુમાર ગર્ગને અમદાવાદની કિડની હોસ્પિટલમાં રાત-દિવસ એક કરીને કોરોનાનાં દર્દીઓની સારવાર કરીને દર્દીઓને સાજાં કરી રહેલ ડૉક્ટર, નર્સ તેમજ મેડિકલ સ્ટાફને પણ પ્રોત્સાહિત કરવાનો વિચાર આવ્યો હતો.

જેથી, એમને ડૉક્ટરની સેવાથી આકર્ષાઈને મેડિકલ સ્ટાફને કુલ 3 ટુ-વ્હીલરને ભેટમાં આપવાનો નિર્ણય પણ કર્યો હતો. તેમને ઘાટલોડિયા વિધાનસભાનાં ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર વિનીત મિશ્રાને કુલ 3 ટુ-વ્હીલર ભેટમાં પણ આપી હતી. આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિધાનસભાનાં પ્રભારી તથા સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે શિરીષકુમાર ગર્ગે જણાવતાં કહ્યું હતું કે, મને એવો વિચાર આવ્યો હતો કે, મને કદાચ કોરોના થયો હોત તો પણ મેં બચવા પાછળ લાખો રૂપિયા પણ ખર્ચ કરી નાખ્યા હોત પણ મને એવું થયું કે, કોરોના યોદ્ધા એવા ડૉક્ટર, નર્સ તેમજ મેડિકલ સ્ટાફની પાછળ કોણ પૈસા વાપરે એ માટે મને કોરોના વોરિયર્સની મદદ કરવા માટે કુલ 3 ટુ-વ્હીલર ભેટમાં આપવાનો વિચાર આવ્યો હતો એટલે જ મેં કિડની હોસ્પિટલના મેડિકલ સ્ટાફને માટે કુલ 3 ટુ-વ્હીલર ભેટમાં આપવાનો નિર્ણય કર્યો હતો. હું છેલ્લા 1 વર્ષથી કિડની હોસ્પિટલની સાથે જોડાયેલ છું, તથા અહીંની ટીમની કામગીરી પણ ખૂબ જ સારી છે.

તો, બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરિયર્સને પણ મદદ મળી રહે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પણ સ્થાનિક લોકો દ્વારા કોરોના વોરિયર્સની સાથે ઘર્ષણ કરવામાં આવ્યુ હોય એવી ઘટના પણ પ્રકાશમાં આવી હતી.

તો ઘણી જગ્યા પર તો હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ ડૉક્ટર તેમજ નર્સનું ફૂલોના હાર પહેરાવીને અથવા તો ફૂલની વર્ષા કરી એમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હોવાની પણ ઘટના સામે આવી છે, પણ ગુજરાતમાં પહેલી ઘટના સામે આવી છે, જેમાં કોરોના વોરિયર્સની સેવાને જોઈને તેઓને પણ આ પ્રકારની કોઈ વ્યક્તિ મારફતે ભેટ આપવામાં આવી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *