અમદાવાદ(ગુજરાત): દારૂબંધીનો કડક કાયદો ગુજરાતમાં હોવા છતાં ત્યાંના બુટલેગરો બેફામ બન્યા છે. અવારનવાર દારૂ પકડાવવાની ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં રવિવારે નકલી વિદેશી દારૂની 216 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસે નકલી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે. પોલીસે વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં નકલી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધડપકડ કરી છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, વટવા ટી જંક્શન તરફથી કેનાલ જવાના રસ્તે બનાવટી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ઓટોરીક્ષામાં જતા વ્યક્તિઓની અટકાયત કરી હતી.
આ ઓટો રીક્ષામાંથી પોલીસને તપાસ દરમિયાન વિદેશી બનાવટના નકલી દારૂની 216 બોટલો મળી હતી. જેની કુલ કિંમત લગભગ 1.08 લાખ જેટલી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો આરોપી મોહમંદ આસિફ મોહમંદ ઇદરીશ મન્સુરીએ જુહાપુરાના ગ્રાહકોને આપવા માટે મોકલ્યો હતો. નારોલ પોલીસ સ્ટેશનમાં નકલી વિદેશી દારૂના જથ્થો પકડાતા આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.