ગુજરાત રાજ્યમાં કોવિડ-19ની મહામારીમાં આત્મહત્યાનાં ઘટનાઓમાં વધારો થયો છે. તે સમયે વધારે એક આપઘાતનો બનાવ અમદાવાદ શહેરમાં બહાર આવ્યો છે કે, જ્યાં એક વ્યક્તિ દ્વારા BJP પૂર્વ કોર્પોરેટરનાં ત્રાસથી કંટાળીને તેનાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવામાં આવી હતો. બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ પોલીસ દ્વારા આખા મામલે તપાસ ચાલુ કરવામાં આવી હતી.
આ સિવાય મૃતક વ્યક્તિ દ્વારા આપઘાત કરતા અગાઉ એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેમનગર વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઓઇલનાં પેટ્રોલ પંપમાં સિબ્બુ ઇરાવા દ્વારા IOCમાં કુલ 3 લાખ રૂપિયા ભરીને પંચરની દુકાન ભાડે રાખવામાં આવી હતી. સિબ્બુનો કોન્ટ્રાક્ટ 2020માં પૂરો થયો હતો. જેનાં લીધે પેટ્રોલ પંપનાં માલિક જીતુ રાણાએ સિબ્બુને વારંવાર દુકાન ખાલી કરવા ત્રાસ આપ્યો હતો.
તો બીજી બાજુ પંચરની દુકાન ધરાવતા વ્યક્તિને તેના મકાનનું બાંધકામ ચાલુ કરાવ્યું હોવાનાં લીધે તેને પૈસાની જરૂર હતી. તેથી તે પેટ્રોલ પંપનાં માલિક પાસેથી ડિપોઝીટ તરીકે લેવામાં આવેલા પૈસા પાછા માંગતો હતો પણ પેટ્રોલ પંપનો માલિક રૂપિયા પાછા આપતો ન હતો તેમજ વારંવાર દુકાન ખાલી કરાવવા દબાણ કરીને ધંધો કરવા પણ દેતો નહિ. પેટ્રોલ પંપનો માલિક જીતુ રાણા BJPનો પૂર્વ કોર્પોરેટર હતો તેમજ તે સિબ્બુને દુકાન ખાલી કરવા વારંવાર દબાણ કરતો હોવાનાં લીધે સિબ્બુ દ્વારા કંટાળીને તેનાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
આપઘાત કરતા અગાઉ તેને હેરાન કરતાં હોવા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા સિબ્બુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ ફરજ પરનાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આખા બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો તેમજ પોલીસ દ્વારા આત્મહત્યા કરનાર સિબ્બુનાં લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા ડાઇંગ ડિકલેરેશનનાં આધારે પેટ્રોલ પંપનાં માલિક તેમજ BJPનાં પૂર્વ કોર્પોરેટર દ્વારા જીતુ રાણાની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle