માતા અને પુત્રના સંબંધને ડાઘ લગાવતી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જે માતાએ દીકરાને મુશ્કેલીઓ વેઠીને મોટો કરીને પગભર બનાવ્યો એ જ દીકરાએ વૃદ્ધાવસ્થામાં માતાને સાચવવાના બદલે માતાને તલવારથી મારી નાંખવાની ધમકી આપતા માતાને 70 વર્ષની ઉમરે સગા દીકરાની સામે ફરિયાદ નોધાવવા માટે પોલીસ સ્ટેશનના દાદરા ચડવાનો વારો આવ્યો છે.
રિપોર્ટ મુજબ અમદાવાદમાં આવેલ ઠક્કરબાપા વિસ્તારમાં આવેલ ગંગા નગરમાં રહેતાં 70 વર્ષના વૃદ્ધ કમલાબેન ઉપાધ્યાયને કુલ 3 સંતાન છે. જેમાંથી તેઓ વિનોદ અને સોનુ નામના સંતાનોની સાથે રહે છે, અને નરેશ ઉપાધ્યાય નામનો પુત્ર તેની પત્ની સાથે અલગ રહે છે. ત્રીજો પુત્ર નરેશ માતાનું મકાન પચાવી પાડવા માટે તલવારથી મારી નાંખવાની ધમકી આપી છે ,અને ક્યારેક તો તલવાર લઇને મારવા પણ દોડે છે. પુત્ર જ માતાનું લોહી વ્હાવા માંગતો હોવાને લીધે વૃદ્ધ માતાએ 70 વર્ષની ઉમરે નરેશ ઉપાધ્યાયની વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરીને તેમનાં રક્ષણ માટેની માંગણી કરી છે.
આ મામલે કમલાબેનનું કહેવું છે કે, તેમને 4 સંતાનો હતા. તેમાંથી 1 સંતાનનું અવસાન થયું છે, અને હાલમાં તેઓ ઠક્કરબાપા વિસ્તારમાં આવેલ પોતાના મકાનમાં વિનોદ અને સોનું નામના 2 દીકરાની સાથે રહે છે. નરેશ નામના પુત્રએ 25 વર્ષ પહેલા એક યુવતીની સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારપછીથી નરેશ અમારાથી અલગ રહે છે.અંદાજે 25 વર્ષથી તે મુંબઈ સહિત જુદી-જુદી જગ્યા પર રહે છે, અને તે મારી સાથે રહેવા માટે પણ ક્યારેય આવતો નથી.
નરેશે મારા આરોગ્યની કે, કોઈપણ સુવિધાની કાળજી લીધી નથી. નરેશ હાલમાં મારા પોતાનાં ઘરમાં કબજો કરવા માંગે છે. ઘણાં સમયથી તે તલવાર લઇને આવે છે, અને મકાનને ખાલી કરી દેવાની ધમકી આપી છે. નરેશ અને તેની પત્ની મારા 2 પુત્રોને ગાળો આપે છે, અને ઘણીવાર તો નરેશ તલવાર લઇને પણ અમને સૌને મારવા પણ દોડે છે.
આ મામલે વુદ્ધાના વકીલનું કહેવું છે કે, માતાને વારંવાર મારી નાંખવાની ધમકી આપતો નરેશ મકાનને ખાલી કરાવવા માટે ફરીયાદીને ધમકી પણ આપી છે. નરેશ તેની માતાના મકાનમાં રહે છે, છતાં પણ કોઈ ભાડું કે, ભરણપોષણના પૈસા આપતું નથી. તેથી માતાએ નરેશ મકાનને પચાવી પાડવા માટે 2 પુત્રોને મારી નાંખશે તેવી દહેશત જણાવીને પોલીસે ફરિયાદની નોધ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news