અમદાવાદમાં પરિવાર બહાર હતો ને ફ્લેટમાં લાગી ભીષણ આગ, અશક્ત વૃદ્ધ જીવતા અગ્નિની જ્વાળામાં હોમાયા

અમદાવાદ(Ahmedabad): આગ (Fire)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના અમદાવાદ શહેરના વેજલપુર(Vejalpur) વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર, સિદ્ધિ ફ્લેટ (Siddhi Flat)માં બીજા માળે ઘરમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડ (Fire brigade)ની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

બીજા માળે ઘરમાં આગ લાગતા બીજા માળ તેમજ ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. તેમજ ધાબા પર ફસાયેલા લોકોનું પણ રેસક્યું કરવામાં આવ્યું હતું. પરંતુ એક મકાનમાં અશક્ત વૃદ્ધ બહાર નહી નિકળી શકવાનાં કારણે જીવતા જ સળગી ગયા હતા.

ફાયરબ્રિગેડને માહિતી મળી હતી કે, સિદ્ધિ ફ્લેટના બીજા માળે આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ પ્રહલાદનગર ફાયરબ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરાઇ હતી. આગ સમયે પરિવાર કામથી બહાર ગયો હોવાથી તેઓ બચી ગયા હતા. પરંતુ આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્તિ વૃદ્ધનું મોત નિપજ્યું હતું.  જો કે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો હતો અને લોકોની બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી.

મૃતકનું નામ જીવણભાઇ સોલંકી છે. તેમનો પરિવાર કોઇ કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન આગ ભભુકી ઉઠી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખા ઘરમાં પ્રસરી ગઇ હતી. જેથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ નહોતી. જેના કારણે અશક્ત વૃદ્ધ જીવતા ભડથુ થઇ જતા તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *