બીમારીથી કંટાળીને આ પટેલ નવયુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં સમગ્ર પરિવાર થયો શોકમાં ગરકાવ

હાલમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘરકંકાસ, આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ નજીવી બાબતોથી કંટાળીને કેટલાંક લોકો આપઘાતનું પગલું ભરી લેતાં…

હાલમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘરકંકાસ, આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ નજીવી બાબતોથી કંટાળીને કેટલાંક લોકો આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો હોવાંને લીધે પોલીસનું સઘન પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.

જયારે સુરત શહેરમાં પણ અનેકવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં ન્યુ કોસાડ રોડ પર આવેલ સ્ટાર પેલેસમાં રહેતાં પટેલ નવયુવાને વહેલી સવારના 3 વાગ્યાના સુમારે આપઘાત કરી લીધો છે.

બે ભાઈઓમાંથી નાનાભાઈ 26 વર્ષીય તુષારભાઈએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ભાવનગર જીલ્લામાં આવેલ ઉમરાળા ગામના વતની રમેશભાઈ સવાણીનાં નાના દીકરાએ આપઘાત કરી લેતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરવાં પાછળનું કારણ સાઈટીકા નામની બીમારી હતી. છેલ્લા 7 વર્ષ જેટલા સમયથી આ યુવાન બીમારીથી પીડાઇ રહ્યો હતો.

આ બીમારીમાં તુષારને કમરના ભાગેથી ડાબા પગની નસ દબાતી હોવાને લીધે સતત પીડા થતી હતી. જેને લીધે છેવટે કંટાળીને તેઓએ આપઘાતનું પગલું ભર્યું હતું. વ્યવસાયે તેઓ ફેશન ડિઝાઈનર હતાં. ઘટનાની જાણ થતાંની સાથે જ અમરોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરતાં બીમારીથી કંટાળીને તુષારે આપઘાતનું પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં બનેલ આપઘાતની અન્ય એક ઘટનામાં ડુમસ સુલતાનાબાદ નજીક સેનેટોરીયમમાં રહેતાં કરણ રાજુભાઈ ધોડિયાએ મંગળવારની રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ડુમસ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીગઈ હતી તેમજ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, કરણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *