Banaskantha News: આજની મહિલાઓ કોઈથી કમ નથી. આજે મહિલાઓ પણ પુરુષના ખભાથી ખભા મિલાવીને કામ કરે છે અને પૈસા પણ કમાય છે. ક્યારેક તો એવું પણ (Banaskantha News) બને છે કે ઘરની મહિલા પુરુષ કરતા વધુ કમાતી હોય છે. આવા જ એક ગામની વાત આજે અમે તમને કરવાના છીએ. જ્યાં મહિલાઓ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવીને અઢળક કમાણી કરી રહી છે.
સાબરકાઠાની મહિલા બની આત્મનિર્ભર
આજની મહિલાઓ બિચારી નથી. કહેવત છે ને કે પથ્થરને પાટુ મારીને પાણી નીકળે તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે. સાથે ઘરનું કામ કરીને અઢળક કમાણી કરી રહી છે. મહિલાઓ હવે ઘરના કામકાજ પરવારીને બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે. જી હા, હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે જ્યાં મહિલાઓએ સાથે મળીને વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહી છે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવી કરી કમાણી
ત્યારે નવરાત્રિના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ તખતગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવારીને વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે. જેમ કે આ મહિલાઓ જૂની સાડી માંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયા ચોળી, લેંગા, પર્સ, પગ લુછણીયા સહિતની સામગ્રી બનાવીને વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલા ઉઠાવી રહી છે.
વેસ્ટ માંથી બેસ્ટ એટલે જે જૂની સાડી અથવા કેટલાક જૂના કપડાં એકત્રિત કરી આ ગામની મહિલાઓ તે વેસ્ટ વસ્તુને નવીન આકાર આપે છે. જેમ કે પર્સ બનાવે છે, તો આ ઉપરાંત નવરાત્રિમાં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે, જેના થકી મહિલાઓ અવનવી પ્રકારની કામગીરી કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવી રહ્યા છે.
આ રીતે આ મહિલાઓ બની આત્મનિર્ભર
હાલ તો નવરાત્રિની સિઝન છે. ત્યારે વિવિધ પ્રકારની ચણિયાચોળી, સહિત વિવિધ ડ્રેસ સહિતના કપડાઓ મહિલા બનાવી આપે છે અને જેના થકી મહિલાઓ ઘરનું કામકાજ પૂર્ણ કર્યા બાદ, મહિલાઓ બાળકોની સારસંભાળ બાદ આ પ્રકારની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની ઘર ખર્ચમાં મદદ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App