બનાસકાંઠાની આ ઘટના સાંભળી દરેક દીકરી, પ્રેમલગ્ન કરતા પહેલા હજારવાર વિચારશે- યુવતીની દર્દભરી દાસ્તાન સાંભળી ધ્રુજી ઉઠશો

ભારત જેવા દેશમાં આજે પણ રૂઢિવાદીઓ પ્રેમલગ્નને સ્વીકારવા માટે તૈયાર નથી. આપણે ઘણીવાર ‘ઓનર કિલિંગ’ની ઘટનાઓ સંભાળતા હોઈએ છીએ. અથવા તો બળજબરીપૂર્વક યુવક-યુવતીને અલગ કરી…

ભારત જેવા દેશમાં આજે પણ રૂઢિવાદીઓ પ્રેમલગ્નને સ્વીકારવા માટે તૈયાર નથી. આપણે ઘણીવાર ‘ઓનર કિલિંગ’ની ઘટનાઓ સંભાળતા હોઈએ છીએ. અથવા તો બળજબરીપૂર્વક યુવક-યુવતીને અલગ કરી દેવામાં આવતા હોઈ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની એક ઘટના હાલમાં સામે આવી છે. જેમા પ્રેમલગ્ન કરનારી યુવતીને તેના પરિવારજનો જ અપહરણ કરી ને રાજસ્થાન લઈ જાય છે, પછી ત્યાં તેનું ગર્ભપાત કરાવે છે.

તે ઓછું હોય તેમ તેનો નાનો ભાઈ જ તે યુવતીને જિસ્મના લુંટારાને વેચી દે છે. જેમ-તેમ કરી યુવતી હાવસખોરના ચુંગાલમાંથી છૂટી પોલીસ સ્ટેશને જાય છે, તો ત્યાં તેની ફરિયાદની નોંધણી કરવામાં આવતી નથી. એ પછી તે કોર્ટને શરણે જાય છે અને ત્યાંથી ડોક્ટર અને 4 મહિલા સહિત 9 પોલીસ સામે ફરિયાદ નોંધવા પોલીસને આદેશ અપાઈ છે. તો ચાલો જાણીએ આ યુવતીની દર્દભરી દાસ્તાન…

યુવતીના પ્રેમલગ્નની વિરુદ્ધ હતા પરિવારજનો
બનાસકાંઠા જિલ્લાના એક ગામની યુવતીને ભાવેશ (નામ બદલેલું છે) નામના યુવક સાથે પ્રેમ થયો હતો. જોકે યુવતીનાં માતા-પિતા સહિત સગાંસંબંધીઓ પણ આ સંબંધોને લઈ બિલકુલ ખુશ નહોતાં. તેથી બંનેએ રાજીખુશીથી મંદિરમાં જઈને 23 ઓક્ટોબર 2021ના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા મહિના બાદ યુવતી ગર્ભવતી થઈ. તેની જાણ યુવતીના પરિવારજનો ને થઈ હતી.

મુકેશ કામ અર્થે ખેતરમાં ગયો હતો ત્યારે 9 જૂન 2022ના રોજ બપોરે 1 વાગ્યે યુવતીનાં સગાંસંબંધીઓ તેને બળજબરીપૂર્વક ઉપાડી ગયાં હતાં. એ સમયે મુકેશ રસ્તામાં મળી જતાં પત્નીને છોડાવવા માટે આજીજી કરવા લાગ્યો હતો, પરંતુ ગાડીમાં સવાર સગાંસંબંધીઓ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ને યુવતીને લઈ ગયા હતા.

યુવતીને ધમકી આપી તેના પતિ વિરુદ્ધ ખોટી સહીઓ કરાવી ગર્ભપાત કરાવ્યો
યુવતીને બળજબરીપૂર્વક રાજસ્થાનના રેવદર લઈ જવામાં આવી હતા. ત્યા રેવદર પોલીસ મથકે યુવતીને ધમકી આપીને તેના પતિ વિરુદ્ધ ખોટી સહીઓ કરાવી .તેના પછી રેવદર ખાતે ડોક્ટર ભાટીની હોસ્પિટલમાં લઈ જઈ તેનો ગર્ભપાત કરાવવા માં આવ્યો હતો. પછી તેના પરિવારજનોએ યુવતીને નજીકના જમનાબેનના ઘરે દસ દિવસ રાખી હતી.

યુવતીને તેના નાના ભાઈએ જ જિસ્મના લુંટારાને વેચી દીધી
યુવતી હજી તો આ પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના નાના ભાઈએ યુવતીને ભિનમાલ ખાતે રહેતા દિનેશ હીરાજી નામની વ્યક્તિને વેચી દીધી હતી, જ્યાં આ વ્યક્તિયે યુવતીને ત્રણ મહિના સુધી ઘરમાં બંધ રાખી તેની સાથે તેની મરજી વિરુદ્ધ નુ દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં તેનાં પરિવારજનો એ પણ તેને પૂરો સહકાર આપ્યો હતો.

પોલીસે ફરિયાદ ન લેતાં કંટાળેલી યુવતી કોર્ટના શરણે
દિનેશ હીરાજી નામના વ્યક્તિના ઘરમાં ત્રણ મહિના સુધી પીડાયા બાદ જેમ તેમ કરી યુવતી એ તેના પતિને જાણ કરી હતી. જે બાદ તેના પતિએ યેન કેન પ્રકારેણ આરોપીઓના ચુંગાલમાંથી છોડાવી ન્યાય મેળવવા માટે ડીસા તાલુકા ના પોલીસ મથકે પહોંચ્યાં, પરંતુ પોલીસે તેની ફરિયાદને ધ્યાને ન લીધી આખરે કંટાળેલી યુવતી નામદાર કોર્ટના શરણે ગઈ. જ્યાં કોર્ટના આદેશ બાદ હવે ડીસા તાલુકા ના પોલીસે ડોક્ટર સહિત કુલ 9 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *