યુવાનને શારીરિક સુખની લાલચે બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો- ભાવનગરની ઘટનામાં મોટો ખુલાસો

ભાવનગર(ગુજરાત): બે દિવસ પહેલા ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસતળાવમા એક યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનાને પોલીસે થોડાક જ દિવસોમાં આરોપીને પકડીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે. મૃતક યુવાનની હત્યા મામલે પોલીસે મહિલા સહિત 3 ની અટકાયત કરવામાં આવી છે. મહિલાએ મૃતકને શારીરિક સંબંધ બાંધવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં આવેલ ટેકરીચોક નજીક જુના ફાયરબ્રિગેડ કચેરીનાં કંમ્પાઉન્ડમાથી સંજય ઉર્ફે “કચોરી” ખન્ના ઉર્ફે કાનજી બારૈયાની લાશ મળી આવી હતી. જેમાં શરીર પર 15 થી 20 જેટલાં તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

મૃતકના પિતા ખન્ના ઉર્ફે કાનજીભાઈએ આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી સી ડીવીઝન પોલીસ તથા એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી શરુ કરી હતી. તે દરમિયાન આશરે બે મહિના પહેલા હત્યા કરાયેલ આજ વિસ્તારનાં ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુ રાઠોડની પત્ની રોશનીની પ્રથમ ધડપકડ કરી હતી. ત્યારબાદ તેનાં ઘરની તલાશી લેતાં તેણીના રૂમમાથી લોહીના ડાઘા મળી આવતા પોલીસની શંકા વધી ગઈ હતી. જેમાં મહિલાની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના પતિ ગોપાલ તથા મૃતક સંજય ઉર્ફે કચોરી વચ્ચે આ વિસ્તારમાં ડોન બનવા માટે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં.

તેણીની છેડતી કરી બિભત્સ માંગણીઓ કરી પરેશાન કરતો હતો. આથી કચોરીનુ મૃત્યુ કરવાનો પ્લાન કર્યો હતો. જેમાં મહિલા રોશનીના મકાનમાં ભાડે રહેતો ગણેશ ઉર્ફે રવિ મકવાણાને પૈસાની લાલચ આપીનર હત્યામાં સાથ આપવા તૈયાર કર્યો હતો. એ સાથે તેનો એક સબંધી રાકેશ ભીખા રાઠોડને પણ સાથે રાખીને મોડી રાત્રે રોશની એ મૃતક કચોરીને શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી ઘરે બોલાવી પ્રથમ રૂમમાં ગણેશ તથા રાકેશને બાથરૂમમાં મોકલી કચોરીને સેટી પર સુવડાવી શારીરિક સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ મહિલાએ કચોરીના મોઢે દાતો દઈને ગણેશ, રાકેશને બોલાવી લેતાં બંને યુવાનોએ તિક્ષ્ણ હથિયારોથી કચેરી પર ઉપરાછાપરી ઘા ઝીકી યુવકનું મૃત્યુ કર્યું હતું. લાશને ગોદડામા સંતાડીને 3 વ્યક્તિઓ ફાયરબ્રિગેડના કંમ્પાઉન્ડમાં ફેંકી જાણે કંઈ બન્યુ જ નથી એ રીતે રહેવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *