ભાવનગર(ગુજરાત): અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં 15 દિવસ પહેલા જ થેયલા લગ્ન બાદ પોતાની પત્નીને પ્રથમ વખત સાસરે મુકવા જનારા યુવકને ગમખ્વાર અકસ્માત નડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જયારે તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, 29 વર્ષીય આશિષભાઇ બહાદુરભાઈ માવરિયાના લગ્ન 15 દિવસ પહેલા જ જયશ્રી બેન સાથે થયા હતા. આશિષભાઇ લગ્ન બાદ પ્રથમ વખત પોતાની પત્ની સાથે એક્ટિવા ઉપર પોતાના સાસરિયે જઈ રહ્યા હતા.
આ દરમિયાન, વરતેજ એસ્સાર પેટ્રોલ પમ્પ નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેમના એક્ટિવાને ટક્કર મારી હતી જેની અંદર આશીષભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, જયશ્રીબેન અને આશીષભાઈના આ બીજા લગ્ન હતા. આશીષભાઈના પહેલા લગ્નમાં તેમના સાસરીવાળાએ ઘર જમાઈ રહેવાનું કહેતા તેમને લગ્ન તોડી નાખ્યા હતા. આ ઉપરાંત બીજા લગ્નને હજુ 15 દિવસનો પણ સમય પણ નહોતો થયો ત્યાં આ અકસ્માતમાં તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.