ગુજરાત(Gujarat): રાજ્યમાં મુખ્યમંત્રી સહિતની આખે આખી સરકાર બદલાયા બાદ આજે રાજકોટ(Rajkot) આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP) અને વહીવટી તંત્રમાં હોડ જામી છે. ત્યારે હાલ કોરોના(Corona)એ ત્રીજી વખત મોઢુ ફાડ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઘોડેશ્વાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજવામાં આવશે. ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળા ઉમટ્યા છે અને તમામ લોકોએ નીતિ-નિયમો નેવે મૂક્યા છે. સામાજિક અંતર તો દૂર કાર્યકરો માસ્ક વગર આમ તેમ ફરી રહ્યા છે.
ભીડથી દુર રહો એ જ છે મોટી વેક્સિન:
રોડ શોમાં તાયફા કરી ભારતીય જનતા પાર્ટી નહીં સુધરે પણ રાજકોટીયનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ જ રાખવાનું છે અને આવી ભીડથી તમામ લોકો દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતા પણ સ્થિતિ વધારે પડતી વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની ભેગી થવાનું નકકી છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપર સ્પ્રેડર બની શકે છે. આ પ્રકારનું જોખમ હોવા છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ બેન્ક કર્મચારીઓના ધ૨ણા ક૨વાની પણ મંજુરી આપવામાં ન આવી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ સામે વહીવટી તંત્ર નતમસ્તક થઈ ગયું છે.
રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતા જોવા મળશે. તેમજ કેટલાય કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ અને મોટી રેલી પણ યોજાશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે અને સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ શરુ થશે. બપોરે 1.10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટ સિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરશે અને ત્યારબાદ બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરવામાં આવશે. આ ભવ્ય રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ દરમિયાન અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ ખડકી દેવામાં આવ્યા છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.