બોટાદ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. નજીવી બાબતોમાં લોકો હત્યા સુધી પહોચી જતા હોય છે. આ દરમિયાન, પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જીગનેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા પટેલ તા.1/4/2018ના રોજ ફરિયાદ લખાવી હતી કે તેમના બહેનના લગ્ન ધોલેરાના ભડીયાદ ગામે રહેતા જીતેન્દ્રભાઇ શાંતિભાઇ ખાવડીયા સાથે થયા છે અને તેમને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે અને મારી બહેન આડી ન આવે તે માટે ઘરમાં નડતર છે એ દૂર કરવા સોપારી આપવામાં આવી છે. તેમ સમજાવી ઘેનની ટીકડીઓ ભૂકો કરી ખવડાવી સમઢીયાળા-1 રોડે આવેલા કુવામાં શ્રીફળ પધરાવવાના બહાને લઇ જઇ કુવામાં ધક્કો મારી ફેકી દીધી હતી અને હત્યા કરી હોવાની ફરિયાદ કરતા બોટાદ પોલીસ PSI એમ.જે.સાગઠીયા ફરિયાદીની ફરીયાદ લઇ બોટાદ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, આ ગુનાની પ્રાથમિક તપાસ PI એચ.આર.ગોસ્વામીએ કર્યા બાદ આગળની તપાસ PI જે.એમ સોલંકીએ કરી હતી. જેમાં પોલીસ અધિક્ષક બોટાદ અને વિભાગીય પોલીસ અધિકારીએ માર્ગદર્શનથી ગુનાની તપાસમાં એફ.એસ.એલ. અધિકારી પંડ્યા દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામાં આવી હતી અને આ કામના આરોપી જીતેન્દ્રભાઇ શાંતિભાઇ ખાવડીયાને ઉપરોક્ત ગુનાના કામે અટકાયત કરવામાં આવી હતી આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવાઓ મળતા કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કમીટ થયા બાદ અતુલકુમાર રાવલ પિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્જ જજની કોર્ટમાં પ્રાયોગિક અને સાંયોગીક પુરાવાઓની તપાસણી અને ખરાઇ થયા બાદ સરકારી વકીલ ઝાલા અને મકવાણાની દલીલોના અંતે તા.22/7/21ના રોજ કોર્ટ દ્વારા આખરી હુકમ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ આરોપીને તમામ પુરાવાઓની ચકાસણી કરતાં દોષિત માની 302 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદની સજા અને 10,000નો દંડ અને જો દંડ નહી ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદ, અને 177 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં 6 માસની કેદની સજા અને 2000 દંડની સજા દંડની રકમ નહી ભરે કરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરવાની સજા ફટકારવામાં આવી હતી.
આમ, બોટાદ પોલીસની સચોટ ઉંડાણપુર્વકની તપાસ ઉપરી અધિકારીગણનુ માર્ગદર્શન, એફ.એસ.એલ. અધિકારીનું માર્ગદર્શન અને અભિપ્રાય, ઉપલબ્ધ સાંયોગિક, સરકારી વકીલની ધારદાર દલીલો, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે નામદાર સેશન્સ કોર્ટ, બોટાદના જજ એ.આઈ.રાવલે સજા ફટકારીને મરણ જનારને તથા ફરિયાદી પક્ષને ટુંકા ગાળામાં ન્યાય અપાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.