માતાની મમતા રસ્તા પર રઝળી: પરિવારે વૃદ્ધ માતાને કચરામાં રઝળતા મૂક્યાં અને.., જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના 

તાજેતરમાં એક એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. ડીસામાં રાત્રે વૃદ્ધા કચરાના ઢગલામાંથી મળી આવ્યા હતા. આ વૃદ્ધાને હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડીસા અને પાલનપુરના સેવાભાવી યુવાનોના આ માનવતાભર્યા કાર્યની સરાહના થઇ રહી છે. આ કળીયુગી સમયમાં ઘરડા માવતરની સાર-સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરી દેવામાં આવતો હોય છે.

આવો જ કિસ્સો ડીસામાંથી સામે આવ્યો છે. આ અંગે ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હતા. જેની જાણ થતાં ટીમના મિત્રો સાથે ત્યાં પહોચ્યા હતા.

જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઇ હોવાનું જણાવ્યું હતુ. કણસતી હાલતમાં માજીને એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર મોકલવામાં આવ્યા હતા.

પાલનપુર જન સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, નરેશભાઇ સોની દ્વારા આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સઘળી જવાબદારી ઉઠાવવામાં આવી હતી. આ અંગે નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ કરવા માટે અમે પ્રયત્નશિલ છીએ. ઉપરાંત આ અંગે સોમવારે સમાજ કલ્યાણ વિભાગ સહિત પોલીસને જાણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *