યુવતીએ કહ્યું જલ્દી તારા કપડા ઉતાર આપણી પાસે ટાઈમ નથી અને… 

આજકાલ રાજ્યમાં હનીટ્રેપના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢમાં ફરી એકવાર હનીટ્રેપ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ દ્વારા છરીની અણીએ એક યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવીને તે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગવામાં આવી હતી.

આ ગુનામાં પોલીસ દ્વારા એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન એક આરોપીએ કબુલાત કરી છે કે, તેની પાસે ભણવા માટેની ફીના રૂપીયા ન હોવાથી તેણે આ ગુન્હો કર્યો. હાલ તો પોલીસ દ્વારા આ ગુન્હાને લઈને વધુ તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, જૂનાગઢ શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા ફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ ઉ.વ. 34ને ચાર દિવસ અગાઉ પોતાની નોકરી ઉપર હતા ત્યારે શબનમ ઉર્ફે સબુ નામની યુવતી અને તેની સાથે બે શખ્સો સલમાન તૈયબભાઈ વિશળ અને બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરાએ મુકેશભાઈને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત છરીની અણીએ કપડા કઢાવી સાથે આવેલી શબનમના પણ કપડા કઢાવી, મુકેશભાઈ અને શબનમને એકબીજાની પાસે ઉભા રખાવી મોબાઇલમાં વીડિયો ઉતારીને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપીને મુકેશભાઈ પાસે રહેલ 500 રૂપિયા લઈ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી અને બીજા પાંચ લાખ રૂપીયા આપવાની વાત કરી હતી.

મુકેશભાઈ પાસે આટલા રૂપીયા ના હોવાથી રકઝક કરીને ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓ દ્વારા મુકેશભાઈ ઉપર વિશ્વાસ નથી તેવું કહીને કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, આર્યન યુનુસભાઈ ઠેબાને રેલવે ફાટક પાસે બોલાવ્યો અને આર્યને સમાધાનમાં વચ્ચે રહીને બીજા દિવસે 10 હજાર રૂપીયા અને બાકીના 2.90 લાખ 16 જૂલાઈના રોજ આપવાનું નક્કી કરી ચારેય આરોપી ભાગી ગયા હતા.

આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છટકું ગોઠવવામાં આવ્યું જેમાં રૂપીયા જેવા દેખાતા કાગળના બંડલને થેલીમાં રાખીને ખાનગી કપડામાં વોચ ગોઠવી હતી અને આરોપીઓ રૂપીયા લેવા આવતાંની સાથે જ પોલીસ દ્વારા ચારેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીના નામ:
1. બસિર હબીબભાઈ સુમરા
2. સલમાન તૈયબભાઈ વિશળ
3. શબનમ ઉર્ફે સબુ
4. આર્યન યુનુસભાઈ ઠેબા

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી આર્યન ધો.12 માં અભ્યાસ કરતો હતો અને તેમના પિતા મજૂરીકામ કરતાં હોવાથી અને ફી ભરવા માટે રૂપીયાની જરૂર હોવાથી આ ગુણો કર્યાની કબુલાત આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક આરોપી સલમાન ટ્રક ડ્રાઈવર હતો અને લોકડાઉન દરમિયાન કામ ન હતું અને તેની પત્ની ગર્ભવતી હતી જેથી તેની સારવાર માટે રૂપીયાની જરૂર હોવાથી આ ગુન્હો કર્યાની કબુલાત કરી હતી.

આ ઉપરાંત શબનમ ઉર્ફે સબુને જુગાર રમવાની ટેવ હતી અને રૂપીયા હારી જતાં તેને પણ રૂપીયાની જરૂર હોવાથી આ કાવતરૂં કર્યાની કબુલાત કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી પૈકી સલમાન અને બસિર અગાઉ પણ મારામારી સહીતના ગુન્હામાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે જેથી આ રીતે હની ટ્રેપમાં અન્ય કોઈ વ્યક્તિને ફસાવીને ગુન્હો આચરેલો છે કે કેમ અથવા અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *