Delhi Viral Video: સોશિયલ મીડિયા પર રીલસ બનાવવાના ચક્કરમાં ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મુકી દેતા હોય છે. ફિલ્મોથી પ્રેરિત થઈને લોકો રસ્તાઓ પર પણ સ્ટંટન કરતા જોવા મળે છે. પરંતુ આજકાલ લોકોએ આ ખતરનાક વસ્તુને ટ્રેન્ડ બનાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા (Delhi Viral Video) પણ આવી જ એક ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેમાં એક કપલ બાઇક પર રોમાન્સ કરતા જોવા મળ્યું હતું. આ વખતે પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છે, જેમાં એક પુરૂષ તેની ગર્લફ્રેન્ડ સાથે સ્પોર્ટ્સ બાઈક પર રોમાન્સ કરતો જોવા મળે છે
આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ સ્ટંટ કરતા આ કપલ પર ગુસ્સે છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પોલીસ પાસે બાઇકર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. યુઝર્સનું માનવું છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ આવી હરકતો કરતા પહેલા 10 વાર વિચારે.
એક વ્યક્તિ પોતાની કારની અંદરથી આ વીડિયો બનાવી રહ્યો છે, ક્લિપમાં જોઈ શકાય છે કે એક થાર ડ્રાઈવર સતત બાઈકરને કવર આપી રહ્યો છે. જેથી તે કેમેરામાં કેદ ન થઈ શકે. આ દરમિયાન, કેમેરામાં બાઇકરનાં કેટલાક ફૂટેજ પણ રેકોર્ડ થયા છે, જેમાં સ્પોર્ટ્સ બાઇક સવાર તેની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરતો જોવા મળે છે જ્યારે તે બાઇકની ટાંકી પાસે બેસીને સ્પીડમાં બાઇક ચલાવતો હોય છે.
ક્લિપમાં બાઇક અને થારનો વાહન નંબર પણ દેખાતો નથી. બાઇકના વાહન નંબર પર લાઇટ પડી રહી છે, જેના કારણે નંબર દેખાતો નથી. જ્યારે થારમાં નંબર પ્લેટ દેખાતી નથી. આ 40 સેકન્ડનો વીડિયો આ સાથે સમાપ્ત થાય છે. પરંતુ ઈન્ટરનેટ યુઝર્સે બાઈકરની આ હરકતો બદલ તેની નિંદા કરી છે.
સ્ટંટ સાથે રોમાન્સ કરતા આ કપલ પર યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- ચોક્કસ આ લોકો રસ્તા પર ખુલ્લેઆમ અશ્લીલતા ફેલાવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
અન્ય એકે લખ્યું કે આ એવા લોકો છે જેમને ન તો પોતાના ઈજ્જતનો કોઈ સવાલ છે અને ન તો પોતાના પરિવારના ઈજ્જતનો. જો તેમના વાલીનું તેમના પર નિયંત્રણ હોત, તો આ લોકોએ આવું કરતા પહેલા 100 વાર વિચાર્યું હોત કે આજના બદલાતા વાતાવરણમાં ગાર્ડિયન મુખ્ય ભૂમિકા ભજવે છે. અન્ય એક યુઝરે કહ્યું કે કાયદાને મજાક બનાવવામાં આવ્યો છે.
चलती बाइक पर कपल ने किया खुल्लम-खुल्ला रोमांस, युवती ने किया लड़के को Kiss, वायरल हुआ वीडियो, मामला राजधानी दिल्ली के विकासपुरी फ्लाईओवर का है, देखिए इन लोगों को ना तो कानून का डर है और ना ही जिंदगी प्यारी, बस इन्हें लगी है रोमांस करने की बीमारी। @CPDelhi @dtptraffic… pic.twitter.com/s5kcpyZSRc
— Gagandeep Singh (@GagandeepNews) September 15, 2024
@GagandeepNews નામના યુઝરે આ વિડિયો પોસ્ટ કર્યો છે કે તેઓ ન તો કાયદાનો ડર રાખે છે અને ન તો જીવનને પ્રેમ કરે છે, તેઓ માત્ર રોમાંસની બીમારીથી પીડિત છે. આ વીડિયો X પર અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સેંકડો લોકોએ તેને પસંદ પણ કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App