ફતેહપુરમાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને લીધી અડફેટે; મામા ગંભીર અને ભાણીયાનું ઘટના સ્થળે જ મોત

Fatehpur Accident: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બાઇક સવાર મામા-ભાણેજ ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ભાણેજના મૃતદેહના…

Fatehpur Accident: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બાઇક સવાર મામા-ભાણેજ ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ભાણેજના મૃતદેહના ટુકડાઓ થયા હતા.જેના કારણે રસ્તો લોહીથી લાલ થઈ ગયો હતો.આ અંગે મળતી વિગત મુજબ પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ટક્કર મારતા આ ઘટના બની હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે(Fatehpur Accident) પહોંચી હતી અને શરીરના અંગો એકઠા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃતક લાકડા કાપવાનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો
સાગર કોન્ટ્રાક્ટરમાં લાકડા કાપવાનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે તે પડોશમાં રહેતા રવિ પાસવાન નામના સંબંધી સાથે બાઇક પર એમ કહીને નીકળ્યો હતો કે તે કામ માટે ઘરથી 10 માઇલ દૂર જઈ રહ્યો છે.

આ દરમિયાન ઉપરોક્ત બાઇક સવાર બહુઆ નગર સ્થિત સૈયદ બાબા મઝાર પાસે પહોંચતા જ પાછળથી આવી રહેલા એક અનિયંત્રિત ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર થતાં જ બાઇકમાં પાછળ બેઠેલો સાગર રોડની વચ્ચે પડી ગયો હતો અને પૂરપાટ ઝડપે બેકાબુ બનેલું ડમ્પરચાલક સાગરને કચડીને નાસી છૂટ્યો હતો.

નજરે જોનારા કંપી ઉઠ્યા
અકસ્માતમાં સાગરના શરીરના ટુકડા થતાં રોડ લોહીલુહાણ બની ગયો હતો. અકસ્માત બાદ ચાલક ડમ્પર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના જોઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનામાં બાઇક સવાર રવિને ગંભીર ઇજા પહોંચી હતી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર તારકેશ્વર રાયે જણાવ્યું કે યુવકનું મોત રોડ અકસ્માતમાં થયું હતું. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર વાહન પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવ્યું હતું. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે ટ્રક ડ્રાઈવર વિદ્યા પ્રસાદ નિવાસી અત્રૌના પોલીસ સ્ટેશન જગદીશપુર જિલ્લો અમેઠીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.