UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કેટલા ગુજરાતીઓએ મારી બાજી, જુઓ લિસ્ટ

UPSC exam Results: UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,…

UPSC exam Results: UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવાર પાસ થયા છે તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવાર UPSC ક્લિયર(UPSC exam Results) કરવામાં સફળ થયા છે. આમ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 25 ઉમેદવાર પાસ થયા છે.

ગુજરાતીમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી
2014માં 22 ઉમેદવાર સફળ રહ્યા હતા, જેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે આ પરીક્ષામાં પાટીદારોનો પાવર જોવા મળ્યો છે અને 8 ઉમેદવારે UPSCમાં મેદાન માર્યું છે.આ 25 ગુજરાતીમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે, જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનીષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે. એમાં પણ કંચન ગોહિલ તો ખેડૂતની દીકરી છે અને તેમની માતાને તો લખતા કે વાંચતા પણ આવડતું નથી.

ગુજરાતના આ વિદ્યાર્થીઓના નામ
આ પરિક્ષામાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ પાસ કરી છે ત્યારે ગુજરાતના વિષ્ણુ શશી કુમારનો 31મો રેન્ક, ઠાકુર અંજલિ અજયનો 43મો રેન્ક, અતુલ ત્યાગી 62માં રેન્ક પર, પટેલ મિતુલ કુમાર અશ્વિન ભાઈ 139માં રેન્ક પર, રમેશ ચંદ્ર વર્માંનો 150મો રેન્ક, પટેલ અનિકેત કમલેશભાઈનો 183મો રેન્ક, ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362મો રેન્ક, પટેલ હર્ષ રાજેશ કુમાર 392મો રેન્ક, ચંદ્રેશ શાંખલા 432મો રેન્ક.આ સાથે કરણ કુમાર મનસુખભાઇ પન્નાનો 486મો રેન્ક, પટોલિયા રાજ ભીખુભાઈ 488 મો રેન્ક, દેસાઈ જૈનીલ જગદીશભાઈ 490મો રેન્ક, કંચન માનસિંહ ગોહિલ 506મો રેન્ક, સ્મિત નવનીત પટેલ 562મો રેન્ક, અમરાની આદિત્ય સંજય 702 મો રેન્ક, દીપ રાજેશ પટેલ 776મો રેન્ક, નીતીશ કુમાર 797 મો રેન્ક, ઘાંચી ગઝાલા મોહમ્મદ હનીફ 825 મો રેન્ક, અક્ષય દિલીપ લંબે 908 મો રેન્ક, કિશન કુમાર જીતેન્દ્ર કુમાર જાદવ 923મો રેન્ક, પાર્થ યોગેશ ચાવડા 932 મો રેન્ક, પારગી કેયુર દિનેશ ભાઈ 936મો રેન્ક, મીના માનસી આર. 946મો રેન્ક, ભોજ કેયુર મહેશભાઈ 1005મો રેન્ક અને ચાવડા આકાશ અરવિંદભાઈ 1007મો રેન્ક આવ્યો છે.

UPSC કુલ 1,105 ખાલી જગ્યાઓ ભરશે
CSE 2023 ના ઇન્ટરવ્યુ અથવા વ્યક્તિત્વ પરીક્ષણો 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે તબક્કાવાર લેવામાં આવ્યા હતા. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ 1,105 ખાલી જગ્યાઓ ભરશે.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
સિવિલ સર્વિસ પરીક્ષા-2023નું પરિણામ આવ્યા બાદ પીએમ મોદીએ પરીક્ષામાં પસંદગી પામેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, હું તે તમામ લોકોને અભિનંદન આપું છું. જેમણે સિવિલ સર્વિસ પરીક્ષા, 2023 સફળતાપૂર્વક પાસ કરી છે. તેમની સખત મહેનત, દ્રઢતા અને સમર્પણનું ફળ મળ્યું છે, જે જાહેર સેવામાં આશાસ્પદ કારકિર્દીની શરૂઆત દર્શાવે છે. તેમના પ્રયાસો આવનારા સમયમાં આપણા દેશનું ભવિષ્ય ઘડશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

PM એ પસંદ ન થયેલા લોકોને સાંત્વના આપી
જ્યારે બીજી પોસ્ટમાં પીએમ મોદી એવા લોકોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. જેમની પસંદગી નથી થઈ. PM એ કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે જેમને સિવિલ સર્વિસ પરીક્ષામાં અપેક્ષિત સફળતા મળી નથી – નિષ્ફળતા મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ યાદ રાખો, આ તમારી યાત્રાનો અંત નથી. પરીક્ષાઓ પાર પાડવાની તકો છે, પરંતુ તેનાથી આગળ, ભારત એવી તકોથી સમૃદ્ધ છે જ્યાં તમારી પ્રતિભા ખરેખર ચમકી શકે છે. આગળની વ્યાપક શક્યતાઓને અન્વેષણ કરવાનો પ્રયાસ કરતા રહો. આપ સૌને શુભકામનાઓ.”