આ વિસ્તારોમાં કોરોના સાથે કુતરાઓનો પણ વધ્યો ત્રાસ

રાજ્યમાં કોરોનાના વાયરસનું સંક્રમણ વધતું જાય છે.સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસની સાથે-સાથે રસ્તા પર ફરતાં કૂતરાનો આતંક પણ વધતો જાય…

રાજ્યમાં કોરોનાના વાયરસનું સંક્રમણ વધતું જાય છે.સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસની સાથે-સાથે રસ્તા પર ફરતાં કૂતરાનો આતંક પણ વધતો જાય છે. અમદાવાદમાં અંતિમ 5 મહિનામાં 27,000 થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી કૂતરાના આંતકને દૂર કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે, પરંતુ 5 મહિનામાં જ 27,000 થી વધુ લોકોને કૂતરા કરડતા મહાનગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહયો છે.

રિપોર્ટ મુજબ અમદાવાદમાં મહાનગરપાલિકામાં જાન્યુઆરી-મેં મહિલા સુધીમાં કુલ 27,620 લોકોને કૂતરા કરડ્યા છે.જેમાંથી જાન્યુઆરી મહિનામાં કુલ 7,515 લોકોને,ફેબ્રુઆરી મહિનામાં કુલ 7,368 લોકોને,માર્ચ મહિનામાં કુલ 6,031 લોકોને,એપ્રિલ મહિનામાં કુલ 3,789 લોકોને અને મેં મહિનામાં કુલ 2,917 લોકોને કૂતરા કરડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.મહત્ત્વની વાત તો એ છે કે,અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓના ખસીકરણની પાછળ વાર્ષિક 3 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ અમદાવાદમાંથી કૂતરાઓનો ત્રાસ દૂર થતો જોવા મળતો નથી.એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં કુલ 65 લાખ લોકોની વસ્તી છે,અને તેની સામે અંદાજે 3 લાખ જેટલા કૂતરા છે.અમદાવાદમાં કૂતરાનો ત્રાસ વધતા લોકો દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા આ મામલે કોઈ અસરકારક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં કૂતરા કરડવાના કેસમાં વધારો થતો જોવાં મળી રહ્યો છે.વર્ષ 2019માં કૂતરા કરડવાના કેસની વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં કુલ 6,524 લોકોને,ફેબ્રુઆરી મહિનામાં કુલ 5,817 લોકોને,માર્ચ મહિનામાં કુલ 5,894 લોકોને,એપ્રિલ મહિનામાં કુલ 6,099 લોકોને,મે મહિનામાં કુલ 6,123 લોકોને, જૂન મહિનામાં કુલ 4,925 લોકોને,જુલાઈ મહિનામાં કુલ 5,286 લોકોને,ઓગસ્ટ મહિનામાં કુલ 4,355 લોકોને, સપ્ટેમ્બર મહિનામાં કુલ 4,758 લોકોને,ઓક્ટોબર મહિનામાં કુલ 5,180 લોકોને,નવેમ્બર મહિનામાં કુલ 8,078 લોકોને અને ડિસેમ્બર મહિનામાં કુલ 6,171 લોકોને કૂતરા કરડ્યા હતા.

મહત્ત્વની વાત તો એ છે કે,અમદાવાદમાં દર મહિને કૂતરાના ખસીકરણની કામગીરીમાં  રૂ.30 લાખનો ખર્ચ કરવામાં આવે છે.ત્યારે કૂતરા કરડવાના કેસના આંકડા પરથી જ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે,કેવી કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કૂતરાના આતંકને દૂર કરવા માટે કરવામાં આવે છે.છેલ્લા 7 વર્ષના સમયમાં કુલ 2.95 લાખ લોકોને કૂતરા કરડ્યા છે,અને તંત્ર દ્વારા હડકવાની રસીની પાછળ પણ કરોડો રૂપિયાનો મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *