ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2022ની વિધાનસભા ચુંટણી(2022 Gujarat Assembly elections) આવી રહી છે અને જેને જોતા જ આમ આદમી પાર્ટી(AAP) પુરા જોર શોરમાં તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે તો રાજકીય સમીકરણને જોતા તો આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં ખુબ જ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અલગ અલગ શહેર ગામડાઓમાં પ્રચંડ પ્રચાર શરુ કરી દીધો છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગામડે ગામડે અને ગુજરાતના અલગ અલગ સ્થળે જઈને પરિવર્તન યાત્રા શરુ કરી દેવામાં આવી છે અને આ પરિવર્તન યાત્રાને લોકોનું બહોળું સમર્થન મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ સહીત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે જઈને પ્રચારમાં લાગી ગયા છે. સાથે જ મળી રહેલા લોક સમર્થનને કારણે આમ આદમી પાર્ટીનું મનોબળ દ્રઢ થઇ રહ્યું છે.
ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટી આયોજિત પરિવર્તન યાત્રાને ભાવનગર જિલ્લાના ગારીયાધાર નગરમાં જબરજસ્ત લોકસમર્થન મળ્યું હતું. ગારીયાધારના રત્નકલાકાર ભાઈઓ અને વેપારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આ પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં ઉમટી પડતા શાસક પક્ષની ઊંઘ હરામ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન યાત્રાને ખુબ ઉત્સાહ સાથે લોકો વધાવી સમર્થન આપી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોજગારી, ખેતી, વેપાર અને ભ્રષ્ટાચારમુક્તિ બાબતે બદલાવ લાવવા એક મોકો કેજરીવાલને! આ વાક્ય સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે. ત્યારે આ પ્રચંડ જન સમર્થનને જોતા તો એવું લાગી રહ્યું છે આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.