બાઇક અને કારની જોરદાર ટક્કરમાં ફૂટબોલના દડાની જેમ હવામાં ઉછળ્યો યુવક- વિડીયો જોઇને હચમચી જશો

વાયરલ(Viral): દિલ્હી(Delhi) નજીક ગાઝિયાબાદ(Ghaziabad)ના વેવ સિટીમાંથી એક ચોંકાવનારો વિડીયો(Shocking video) સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે કારની ટક્કરથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો…

વાયરલ(Viral): દિલ્હી(Delhi) નજીક ગાઝિયાબાદ(Ghaziabad)ના વેવ સિટીમાંથી એક ચોંકાવનારો વિડીયો(Shocking video) સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે કારની ટક્કરથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, અકસ્માત(Accident)નો ભયાનક વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક બાઇક સવાર રોડ ક્રોસ કરવા માટે ઉભો હતો ત્યારે અચાનક તેની ડાબી બાજુથી એક કારે તેને જોરથી ટક્કર મારી હતી.

કારને ટક્કર માર્યા બાદ યુવક હવામાં ઉછળ્યો હતો જ્યારે તેની બાઇકને કાર ઘણા મીટર સુધી ખેંચી ગઈ હતી. અકસ્માત બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલ યુવકની હાલત અત્યંત ગંભીર છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ ગાઝિયાબાદમાં એક સ્કૂલ બસમાંથી બહાર ડોકિયું કરતી વખતે ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતાં 10 વર્ષના છોકરાનું મોત થયું હતું. ત્રીજા ધોરણના વિદ્યાર્થીના માતા-પિતાએ બાળકના મૃત્યુ માટે તેમને જવાબદાર ગણાવી શાળા મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્કૂલ મેનેજમેન્ટના બે લોકો અને બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અકસ્માતના આ પ્રકારના હચમચાવી દે તેવા વિડીયો અવારનવાર સામે આવતા રહે છે. જેને જોઇને સૌ કોઈ ડગમગી જાય છે. અવારનવાર કેટલાય અકસ્માતો થાય છે. જેમાં ઘણા લોકોના મોત પણ થાય છે. ત્યારે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *