હવે તો હદ થઇ! ST બસ માંથી મળી આવ્યો બેગ ભરીને વિદેશી દારૂ

ગોંડલ(ગુજરાત): આજે ગોંડલમાં બગસરા-રાજકોટ રૂટની બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જયારે ગોંડલથી બસ રાજકોટ જવા નીકળી હતી ત્યારે કોલેજ ચોકના બસસ્ટોપ પાસે પેસેન્જરના ધ્યાનમાં એક બિનવારસી બેગ આવતા તેણે તરત કંડકટરને જાણ કરી હતી. કંડકટરે બેગ ખોલતા તેમાંથી વિદેશી દારૂ ભરેલી બોટલો મળી આવી હતી. તેથી કંડકટર અને ડ્રાઈવર દ્વારા ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા તરત સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલ આ બિનવારસી બેગની તપાસ હાથ ધરી છે.

ગોંડલ પોલીસે આ સમગ્ર બનાવ અંગે તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે, હવે ગોંડલમાં પોલીસના ખૌફ વગર બૂટલેગરો બેરોકટોક વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હોવાના બનાવો વાંરવાર જોવા મળી રહ્યા છે. આજથી 4 મહિના પહેલા કુવાડવા રોડ પોલીસને માહિતી મળી હતી કે, રાજકોટના કુવાડવા હાઇવે પર નવાગામ પાસેથી પાઇલટિંગ સાથે વિદેશી દારૂ ભરેલો બોલેરો નીકળવાની છે.

4 માસ પહેલા આ માહિતીના આધારે પોલીસે નવાગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક એક્ટિવા પસાર થતા તેને અટકાવ્યું હતું અને તેની પાછળ સુરેન્દ્રનગર પાસિંગના બોલેરોને અટકાવી હતી. અને બોલેરોની તલાશી લેતા પાછળના ભાગેથી 4.99 લાખ રૂપિયાના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1056 બોટલ મળી આવી હતી. આ અંગે આરોપીએ જણાવ્યું હતું કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પોલીસની નજરથી બચવા માટે તે એક્ટિવા પર પાઇલટિંગ કરી શરાબનો જથ્થો ગોંડલ તરફ લઇ જતો હોવાની કબુલાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *