ચામડી બાળી દેતી ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી- ગુજરાતમાં આ જગ્યાએ આવી શકે છે વરસાદ

ગુજરાતમાં ઉનાળાની(Summer) શરૂઆતથી જ ગરમીનો(Heat) પ્રકોપ ખુબ જ વધારે છે. માર્ચના(March) મધ્યથી જ લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હાલમાં હિટવેવની અસર…

ગુજરાતમાં ઉનાળાની(Summer) શરૂઆતથી જ ગરમીનો(Heat) પ્રકોપ ખુબ જ વધારે છે. માર્ચના(March) મધ્યથી જ લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હાલમાં હિટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે.

તાપમાનનો પારો 38 ડિગ્રી રહેતા ગરમી વર્તાઈ:
ગરમીના હજુ 70 દિવસો બાકી હોવાની સાથે સાથે કાળઝાળ ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શકયતા છે અને 24 કલાક બાદ 2 થી 4 ડીગ્રી ઘટશે. આ કારણોસર હવે 4 થી 5 દિવસ તાપમાન ઓછું રહેશે. જેથી ગરમ પવનમાંથી રાહત મળશે.

માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો:
આ ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો હતો. મળતી માહિતી અનુસાર, ચાલુ વર્ષે ઉનાળામાં માર્ચના મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. એપ્રિલ અને મે મહિનામાં તો તાપમાન વધીને 43 થી 44 ડિગ્રી પહોંચી જાય છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ કાળઝાળ ગરમીમાંથી આગામી 4થી 5 દિવસ રાહત રહેશે. જોકે અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ખુબ જ ભયંકર ગરમીનો અહેસાસ હતો, જયારે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ વાતાવરણ પલટાને કારણે ગરમીથી થોડી રાહત મળશે.

ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતા:
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાદળછાયું વાતાવરણ સર્જવાનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવવાનું છે. જેના કારણે એકથી બે દિવસ ગરમીમાંથી છુટકારો મેળવી શકાશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 25થી 27 માર્ચનાં સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 31 માર્ચના રોજ વાતાવરણ પલટો આવવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *