રાજ્યમાં હત્યાનો સિલસિલો યથાવત: છરીનાં અનેક ઘા ઝીંકીને પતિએ જ કરી પત્ની અને ભાભીની નિર્મમ હત્યા

સમગ્ર રાજ્યમાં જયારે હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યના બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારે પતિએ પત્ની તથા તેમના ભાભીની છરીનાં ઘા મારીને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ ફરાર થઈ જતા નાના એવા ગુંદા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારમાં 11 કલાકે ભીખુભાઈ સુરસંગભાઈ ડોડિયા તેમજ તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડિયા ઘરે એકલા હતા.

આ દરમિયાન ભીખુભાઈનાં ભાભી ધીરજબેન કપડાં ધોવા માટે તેમના ઘરે આવ્યાં હતાં. પરિવારનાં અન્ય સભ્યો વાડીએ ગયા ત્યારે કોઈ અગમ્ય કારણસર ભીખુભાઈ તથા તેમના પત્ની વચ્ચે બોલાચાલી થતા ધીરજબેનની વચ્ચે પડતા ભીખુભાઈ ડોડિયાએ છરીથી હુમલો કરતા તેમના પત્ની હર્ષાબેન ડોડિયા તથા તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા બન્નેને છરીના આડેધડ ઘા મારીને બન્નેની હત્યા નીપજાવી ભીખુભાઈ ડોડિયા ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદ જિલ્લા SP હર્ષદ મહેતા, DYSP સહિતનો પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચીને બન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાણપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યા સમયે ઘરે ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા. આની માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારે જ જાણી શકાશે. આમ, નાના એવા ગુંદા ગામમાં ડબલ હત્યાના બનાવથી હાહાકાર મચી જવા પામ્યો હતો. મૃતક પત્ની હર્ષાબેન ભીખુભાઈને 3 સંતાન છે.

મૃતક હર્ષાબેન તેમજ ભીખુભાઈનાં દાંપત્ય જીવનમાં ૩ સંતાનો છે કે, જેમાં 2 દીકરા અને 1 પુત્રી છે જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા નિ:સંતાન છે તેમ તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું. આમ, સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *