અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરના રોજ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ વચ્ચે એવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ફક્ત અમેરિકામાં જ નહીં પણ ભારતમાં પણ ટ્રમ્પના ફેન્સની સંખ્યા કંઈ ઓછી નથી.
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વિશ્વભરમાં ઘણા ચાહકો છે, તો ઘણા વિરોધ કરવાવાળાઓ પણ છે. ભારતમાં પણ યુએસ પ્રમુખનો એક સુપર ફેન છે. જેણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ટ્રમ્પનાં ભારત પ્રવાસ દરનમ્યાન તેની તેમના સાથેની મુલાકાતની ઈચ્છા પૂર્ણ કરવામાં આવે. તેલંગાણાનાં જનગામમાં રહેનાર બુસા કૃષ્ણા ડોનાલ્ડ ટ્રમ્પનાં એટલા મોટા ફેન છે કે તેમણે પોતાના ઘરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની છ ફૂટની ઉંચી મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરી છે. આટલું જ નહીં તેઓ દરરોજ તે મૂર્તિની પૂજા પણ કરીને તેમના પર દૂધનો અભિષેક કરે છે. બુસા કૃષ્ણા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ મોટા ચાહક છે. તેમણે પોતાના ઘરમાં લગાવેલી ટ્રમ્પની મૂર્તીથી જ તેમની ચાહતનું પ્રમાણ જાણી શકાય તેમ છે.
Telangana: Janagam-based Bussa Krishna installed a 6-feet statue of US President Donald Trump on the latter’s birthday on June 14. He also performed ‘abhishek’ of the statue with milk. Krishna said, “I will offer prayers to the statue everyday” pic.twitter.com/LJsddXUmfD
— ANI (@ANI) June 18, 2019
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક સુપર ફેન
કૃષ્ણા કહે છે કે, ટ્રમ્પ ખૂબ જ સાહસી નેતા છે. પોતાના દેશની ભલાઈ માટે તેઓ બધું કરવા તૈયાર રહે છે. બીજા દેશના વિચારોથી કોઈ દેશના નેતાઓએ પરેશાન થવાની શું જરૂર છે. તેમને પોતાના દેશના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જોઈએ. જ્યાં સુધી વિરોધની વાત છે તો દરેક લોકતંત્રમાં આ સામાન્ય વાત છે.
બુસાએ જણાવ્યું કે હું ઈચ્છું છું કે ભારત અને અમેરિકાનાં સંબધો હંમેશા મજબૂત બન્યા રહે. દરેક શુક્રવારે હું યુએસ પ્રમુખ ટ્રમ્પનાં લાંબા આયુષ્ય માટે હું પ્રાથના કરતો રહું છું. હું હંમેશા તેમની તસવીરો પોતાની સાથે રાખું છું, અને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા હું તેમને મળવા ઈચ્છું છું.
ટ્રમ્પ પ્રત્યે પોતાના પ્રેમ વિશે બુસ્સા કૃષ્ણાએ જણાવ્યું કે, 4 વર્ષ પહેલા ટ્રમ્પ મારા સપનામાં આવ્યા હતા. જે બાદ હું દરરોજ તેમની પૂજા કરું છું. કૃષ્ણાએ જણાવ્યું કે, સપનામાં ટ્રમ્પ આવ્યા બાદ મારી કિસ્મત ચમકી છે. મારા રિયલ એસ્ટેટના ધંધામાં મને ઘણો ફાદો થયો. જે બાદ ટ્રમ્પ પ્રત્યે મારો પ્રેમ અને આદર ધીરે-ધીરે આસ્થામાં બદલાવા લાગ્યો. આમા મને ખુશી પણ મળવા લાગી. એવામાં ભગવાની પ્રાર્થના કરવાની જગ્યાએ હું ટ્રમ્પની પૂજા કરવા લાગ્યો.
બુસા કૃષ્ણા એ બનાવી ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્યાત્મક મૂર્તિ
મે સરકારને વિનંતી કરી છે કે મારું સપનું પૂર્ણ કરવામાં આવે, બુસાનાં ગ્રામજનો હવે તેમને ટ્રમ્પ કૃષ્ણા તરીકે બોલાવે છે. બુસાનાં એક મિત્ર રમેશ રેડ્ડીએ જણાવ્યું કે તેનું સાચું નામ બુસા કૃષ્ણા છે, પરંતુ ગ્રામજનો તેમને ટ્રમ્પ કૃષ્ણા તરીકે ઓળખે છે. કૃષ્ણાનું ઘર પણ ટ્રમ્પ હાઉસ તરીકે ઓળખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.