વાહ! ઉદ્ધવ ઠાકરે ના શપથ ગ્રહણ સમારોહમાં 400 ખેડૂતોને હાજર રહેવા આમંત્રણ અપાયું

મહારાષ્ટ્રના મહા સત્તા સંગ્રામ બાદ હવે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે. ત્યારે તેની ભવ્ય શપથ વિધિ સમારોહ કરવા માટે…

મહારાષ્ટ્રના મહા સત્તા સંગ્રામ બાદ હવે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે. ત્યારે તેની ભવ્ય શપથ વિધિ સમારોહ કરવા માટે મુંબઈનું શિવાજી પાર્ક સજાવવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે ને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ‘મહા વિકાસ અઘાડી’ ના નેતા પસંદ કરવામાં આવ્યા છે. અને તેઓ આજે સાંજે મહારાષ્ટ્ર મુંબઈ સ્થિત શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શિવસેના નેતા વિનાયક રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર ના અલગ અલગ જિલ્લાઓ ના 400 થી વધુ ખેડૂતોને ઉદ્ધવ ઠાકરેના શપથવિધિ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે સાથે જે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે, તેમના પરિવારજનોને પણ સન્માન આપવા માટે આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

શિવસેના નેતા એકનાથ શિંદેએ જણાવ્યું કે, શિવસેના દ્વારા સોનિયા ગાંધીને શપથ ગ્રહણ વિધિમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા વિજય વાડેતિવારએ જણાવ્યું હતું કે, કોંગ્રેસી મુખ્યમંત્રીઓ ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મંગળવારે જ્યારે ઉદ્ધવ ઠાકરે ને ત્રણેય પાર્ટીના અધ્યક્ષ તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા તે અગાઉ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. માનવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટ ના આદેશ બાદ પોતાનું સન્માન જાળવવા માટે ફ્લોર ટેસ્ટ કરવા પહેલાં જ રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.

શિવસેનાના ખેડૂતોને આમંત્રણ આપવાના નિર્ણયને ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયામાં આવકાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *