મહારાષ્ટ્રમાં જે રાજકારણ થયું તેની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી આ નેતાએ, જાણો વિગતે

મહારાષ્ટ્રમાં ભજવાય રહેલા ડ્રામા અંગે એનડીએના સાથી પક્ષ RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ વાત પહેલેથી જ નક્કી હતી કે, અમારી પાર્ટી,…

મહારાષ્ટ્રમાં ભજવાય રહેલા ડ્રામા અંગે એનડીએના સાથી પક્ષ RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ વાત પહેલેથી જ નક્કી હતી કે, અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની જ સરકાર બનવી જોઈતી હતી. દરેક લોકોને વિશ્વાસ હતો કે, એનસીપી ભાજપની સાથે જ જશે. ભાજપે શિવસેનાને લટકાવી દીધું છે, કોંગ્રેસને ફટકો આપ્યો છે અને એનસીપીને અટકાવી દીધું છે. અઠાવલેએ વધુમાં કહ્યું કે, અમિત શાહ કહેતા હતા કે, બધું યોગ્ય થઈ જશે અને તે થઈ ગયું. ભાજપે શિવસેનાને પાઠ ભણાવ્યો છે. સાથે જ અઠાવલેએ સંકત આપ્યાં કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયો સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.

તો એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર અંગે નિવેદન આપતાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે કોઈ ઉલટફેર થયો છે તે મારી જાણકારી બહાર થયો છે. શરદ પવારે કહ્યું કે, ભાજપને સમર્થન આપવાનો આ નિર્ણય પાર્ટીનો નથી, એનસીપીની જાણ બહાર આ નિર્ણય લેવાયો છે. સાથે જ શરદ પવારે કહ્યું કે, અજિત પવારે પાર્ટી તોડી દીધી છે. તો પ્રફુલ પટેલે પણ અજીત પવારના નિર્ણયને સમર્થન નહીં આપવાનું કહી, શરદ પવારનો મહારાષ્ટ્રમાં ગઠીત સરકાર સાથે કોઈ લેવડ દેવડ નથી તેમ જણાવ્યું.  જો કે કોંગ્રેસે કહ્યું છે કે, શરદ પવારની જાણ બહાર આ ગઠબંધન થયું હોય તે વાત શક્ય જ નથી.

મહારાષ્ટ્રમાં ગતરાત સુધી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવવાની હતી જોકે રાતોરાત એનસીપીના નેતા અજીત પવારે 22 ધારાસભ્યોને સાથે મળીને ભાજપને ટેકો આપ્યો અને ભાજપે સરકાર બનાવી લીધી છે. કોંગ્રેસ અને શિવસેનાને ઊંઘતા મૂકીને ભાજપ અને એનસીપીએ સરકાર બનાવી લીધી છે.જોકે ભાજપના 105 ધારાસભ્યો અને એનસીપીના 22 ધારાસભ્યોનો સાથ મળે તો પણ બહુમતીના આંકડા કરતા 18 બેઠકો ઓછી છે અને રાજ્યપાલે ભાજપને બહુમતી સાબિત કરવા 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *