દિવસે ને દિવસે માણસોની માણસાઈ ઘટતી જાય છે. માનવતાને શરમાવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઈરાનમાં 17 વર્ષની એક યુવતીનું માથું વાઢીને રસ્તા પર હીરોની જેમ ફરી રહેલા તેના પતિને માત્ર 8 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે કોર્ટેના પ્રવક્તાએ આટલો જઘન્ય ગુનો કરનાર આરોપીને ઓછી સજા આપવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
યુવતી મોનાના પરિવારજનોએ જ આરોપીને કડક સજા અપાવવાને બદલે તેને માફ કરવાનો નિર્ણય લીધો હતો. એ કારણે કોર્ટે પણ આરોપીની સજામાં ઘટાડો કરી દીધો.જાણીજોઈને કરવામાં આવતી હત્યા મામલે ઈરાનમાં મોતની સજા ફટકારવામાં આવે છે. જોકે મૃતકના પરિવારજનો આરોપીને માફ કરી દે, તો એવા કેસમાં આરોપીની સજા ઘટાડી દેવામાં આવે છે. મોનાની હત્યાના કેસમાં તેના પતિનો ભાઈ પણ સામેલ હતો. માટે તેને પણ 45 મહિનાની સજા કરવામાં આવી છે.
મોનાના માત્ર 12 વર્ષની વયે જ આરોપી સજ્જાદ હૈદરી સાથે લગ્ન થયા હતા. અહેવાલ મુજબ, 14 વર્ષની વય સુધીમાં તો મોના 2 બાળકની માતા પણ બની ગઈ હતી. મીડિયા મુજબ, પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ મામલે મોના તલાક લેવાની પણ માગ કરી રહી હતી, પણ તેનો પતિ સજ્જાદ તલાક આપતો નહોતો, જેથી પરેશાન થઈને મોના ઈરાન છોડીને તુર્કી ભાગી ગઈ હતી.
જોકે થોડા જ દિવસો બાદ પરિવારે તેને ઈરાન પરત ફરવા માટે મજબૂર કરી હતી. મોનાના પરિવારજનો દ્વારા તેને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેને કશું જ નહીં થાય.પરિવારજનોએ મોનાને આશ્વાસન આપ્યા બાદ ગયા વર્ષે 2022ના ફેબ્રુઆરી મહિનામાં તે ઈરાન પરત ફરી હતી. એના થોડા જ દિવસો બાદ તેના પતિએ તેનું માથું કાપી નાખીને તેની હત્યા કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.