હડકાયા કૂતરાનો વધતો આતંક: શ્વાને ત્રણ દિવસમાં 13 લોકોને કર્યા ઈજાગ્રસ્ત, ગામલોકોમાં ભયનો માહોલ

ભુજ(ગુજરાત): ભુજના અબડાસા તાલુકામાં હડકાયા કૂતરાનો આતંક વધી રહ્યો છે. 3 દિવસમાં 2 બાળકો સહિત 13 લોકોને હડકાયા કુતરા કરડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે  નલિયા ખસેડવામાં આવ્યા છે.

2 માસુમ બાળકો સહિત 10થી વધુ માનવ જિંદગી પર જખૌમાં હડકાયા કુતરાએ પ્રહાર કર્યો છે. આ હડકાયા શ્વાને છેલ્લા 3 દિવસથી 1 મહિલા અને 2 બાળકોને બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા છે. શ્વાને એક બાળકને સાથળના ભાગે અને અન્ય એક બાળકને માથાના ભાગે બચકાં ભર્યા છે. સારવાર માટે અમુક લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જખૌ તેમજ અમુકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં લઇ જવામાં આવ્યા હતા.

હડકાયા શ્વાને 13 જેટલા ગામના લોકો સહીત પશુધનને પણ કરડયા હતા. હજુ વધુ લોકોને નુકસાન ન કરે તે માટે ગામ લોકો શ્વાનને મારવા માટે દિવસ-રાત ધમપછાડા કરી રહ્યા છે પણ હજી સુધી તેમને સફળતા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *