કાર ચાલકની એક ભૂલે હવામાં ક્યાય ઉંચે ઉડી કાર અને આંખ પટકતા જ કુરચે કુરચા બોલી ગયા- જુઓ LIVE વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. આ દરમિયાન એક શોકિંગ વીડિયો વાઇરલ થયો છે. જેમાં હોલિવૂડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિસ’ ફિલ્મ જેવા જોખમી સીન જોવા મળ્યો હતો.

આ વીડિયોમાં જોવા મળે છે કે, હાઇવે પર હવામાં ઉડતા ઉડતા કાર આવે છે અને રસ્તાની વચોવચ ધડામ કરતી પડે છે. આ કારના ફૂરચે ફૂરચા ઊડી જાય છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના કેલિફોર્નિયાના યુબા શહેરની હોવાનું સામે આવ્યું છે. હાઇવે પરથી પસાર થતી અન્ય કારે આ આખો સીન કેમેરામાં રેકોર્ડ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ક્લિપ યુ ટ્યૂબ ચેનલ પર 20 જુલાઈના રોજ શૅર કરવામાં આવી હતી. આ વીડિયો શેર કરીને કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયાના હાઈવે 99 પર ખતરનાક ક્રેશ થયો. ધુમાડાના સાથે એક કાર હવામાંથી ઉડતી આવી અને સીધી હાઈવેની વચમાં પડી હતી. 1 મિનિટ અને 8 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક વળાંક આવે છે. આ દરમિયાન, કારમાં બેઠેલા લોકો ધૂમાડા સાથે હવામાં ઉડતી કાર જુએ છે.

આંખના પલકારામાં હાઈવેની વચોવચ કાર પડે છે. આ વીડિયો બનાવતી મહિલા જોરથી બૂમ પડે છે. જ્યારે અન્ય લોકો ઇમરજન્સી સેવા 911ને ફોન કરે છે. કેલિફોર્નિયાના હાઇવે પેટ્રોલના સ્પોકપર્સને કહ્યું હતું કે, આ ઘટના દારૂને કારણે નહિ પરંતુ, ડ્રાઇવર હિટ એન્ડ રન કેસમાં સામેલ છે.

જાણવા મળ્યું છે કે, ડ્રાઇવર હાઇવે પર ખોટી દિશામાં ઝડપથી કાર ચલાવતો હતો. એક વ્યક્તિએ કહ્યું હતું કે, કાર એટલી ઝડપથી આવી કે એક શોર્ટ ટર્ન પર બેલેન્સ બગડ્યું અને કાર હવામાં ઉછળીને સીધી હાઇવે પર પડી હતી. કારમાં બેઠેલી એક મહિલાને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ, ઈન્ટરનેટ પર આ વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *