માસૂમ પર માતાનો અત્યાચાર: દેવભૂમિ દ્વારકામાં સાવકી માતાએ માસૂમ બાળકીને મારમાર્યો

જામખંભાળીયા(ગુજરાત): હાલમાં દ્વારકા(Dwarka) જિલ્લાના જામખંભાળીયા(Jamkhambhaliya)માંથી નાની બાળકીને માર મારવાનો એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો(Video) પણ સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઈ રહ્યો છે. એક નાની બાળકીને તેની સાવકી માતાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીને માર મારવાનો વીડિયો દાદીએ કુટુંબના વ્યક્તિને બતાવવા બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, બાળકીને સારવાર માટે હોસ્પિટલ(Hospital)માં ખસેડવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આ ઘટનાને લઈ પોલીસ મથકે અરજી પણ કરવામાં આવી હતી. જોકે, પરિવારમાંથી કોઇએ ફરિયાદના કરતા ઘરે જ સમાધાન કરી લીધુ હોવાનું સામે આવ્યું છે. સમાધાન તો પરિવારના લોકોએ જ કર્યું છે. પરંતુ આ બાળકીનો શું વાંક હતો કે તેને આટલું દુખ સહન કરવુ પડ્યું હતું જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે, કોઈ સંસ્થા સામે આવીને ફરિયાદ કરે છે કે પછી આવી ઘટનાઓ વારંવાર બનતી જ રહેશે.

દાદીએ ફરિયાદ ન કરતા ઘર મેળે જ સમાધાન કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ખંભાળિયામાં સાવકી માતાએ બાળકીને માર માર્યો હોવાના વાયરલ વીડિયોને લઈ અનેક સવાલો ઉભા થયા છે. જોકે, આ મામલે કોઈ પણ ફરિયાદ દાખલ થઇ નથી. તેનું કારણ શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. આગળ કોઈ કાર્યવાહી કરવી નથી. બાળકીના દાદી રમાબેન પ્રતાપભાઈ ભોગાયતાએ જણાવ્યું હતું કે, છોકરીની નવી મમ્મીએ માર માર્યો છે. જેથી વીડિયો ઉતાર્યો છે અને મે જ આ વીડિયો ઉતાર્યો છે. કારણ કે, આ ઘટના હું પરિવારને બતાવવા માંગતી હતી.

બાળકીને માર મારવામાં આવતા બાદમાં અમે તેને દવાખાને લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે, અરજી કરો, જેથી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં સમાધાન થઈ જતા હવે અમારે આગળ વધારવી નથી અને ફરિયાદ પણ કરવી નથી. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આ વીડિયો મે બનાવ્યો ત્યારબાદ ઘરે નાના બાળકે કોઈ બટન દબાવી દીધું હોવાથી વીડિયો વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો અમે વાયરલ કર્યો નથી. આ વીડિયો મે ખાલી મારા પરિવારને બતાવવા માટે ઉતાર્યો હતો. અમે આગળ કોઈ કાર્યવાહી કરી નથી. અમે ઘર મેરે સમાધાન કરી લીધું હોવાનું બાળકીના દાદીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *