12 players played Raas on burning coals In Jamnagar: ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. નવરાત્રીમાં લોકો પોતાની પરંપરા અનુસાર ગરબા રમે છે. તેવી જ અનોખી પરંપરા જામનગરમાં જોવા મળી રહી છે.જામનગરમાં રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં અંગારા રાસમાં 12 ખેલૈયા(12 players played Raas on burning coals In Jamnagar) સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ગરબે ઘૂમી રમ્યા છે.આ માટે ખેલૈયા છેલ્લા બે મહિનાથી પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમ્યાન એક ખેલૈયાના હાથમાં બે મશાલ લઈને રમી રહ્યા છે.
ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક પણ બનાવી રહ્યા છે. અંગારા રાસ દરમ્યાન ખેલૈયા પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ પણ લગાડતા નથી. તદઉપરાંત આ ગરબી મંડળનો તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબજ પ્રખ્યાત માનવામાં આવે છે.
શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીન રાસને કારણે ખુબ પ્રખ્યાત છે. આ ગરબી દ્વારા સળગતા અંગારા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બે મહિનાની સખત પ્રેક્ટિસ પછી આ યુવકોએ આ રાસ રજૂ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube