સત્તાના નશામાં આ મહિલા કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડ સાથે ઉભી કરી બબાલ, કારણ જાણી તમે પણ ચોંકી જશો.

ગુજરાતના જામનગર શહેરમાં DP કપાતનો મામલો ચર્ચામાં આવ્યો છે. DP કપાત મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં લોકોની સાથે રજૂઆત કરવા ગયેલા મહિલા કોર્પોરેટરની સિક્યોરીટી ગાર્ડની સાથે બોલાચાલી થઇ હતી. આ કોઈ સામન્ય બોલાચાલી ન રહેતા આ મામલો વધ્યો. આ બાબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે, મહિલા કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડનો કોલર પકડી લીધો હતો.

મળેલા રિપોર્ટ મુજબ જામનગર શહેરમાં નવગામથી લઇને ગાંધીનગર સુધી DP કપાતની અમલવારી થઇ છે. તેમાં લગભગ 334 જેટલા મકાનો કપાત આવે છે પરંતુ આ ઘટના સામે 715 લોકોએ પોતાની વાંધા અરજી આપી હતી. આ બધા લોકોને તંત્ર દ્વારા એક નોટીસ આપીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જાણવામાં આવ્યું હતું. જેથી 715 લોકોએ મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા ત્યારે દસ-દસ લોકોને સ્ટેન્ડીંગ કમિટીને ચેમ્બરમાં બોલાવીને સાંભળવામાં આવી રહ્યા હતા.

આ સમયે જ્યારે મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહાનગરપાલિકાના સિક્યોરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા. જેથી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા વિરોધ પ્રદશિત કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર રચના નંદાણીયા અને સિક્યોરિટી ગાર્ડની સાથે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ ઝપાઝપીના દૃશ્યો પણ સર્જાયા હતા. કોર્પોરેટર અને સિક્યુરિટી ગાર્ડ સાથે મોટી બબાલની પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.

કોર્પોરેટર રચના નંદાણીયા આ બબાલ સમયે એટલા ઉગ્ર બની ગયા હતા કે, તેમને સિક્યોરીટી ગાર્ડનો કોલર પકડી લીધો હતો ત્યારબાદ હાજર રહેલા લોકોએ કોર્પોરેટર રચના નંદાણીયાને સમજાવતા તેમને સિક્યોરિટી ગાર્ડનો કોલર છોડ્યો હતો અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *