ચાર સંતાનોને નોંધારા મૂકી માતા પ્રેમી સાથે થઇ ફરાર- પતિને ધોળે દિવસે આવી ગયા અંધારા

રાજકોટ(ગુજરાત): જેતપુરમાં એક પરિણીતા ચાર સંતાનને નોંધારા મૂકીને પ્રેમી સાથે ભાગી જતાં પતિની હાલત ખરાબ થઇ ગઇ છે. બીજી તરફ પતિએ પત્ની ચાલી જતાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે પોલીસે એવો જવાબ આપ્યો હતો કે, અરજી આપી દો, તપાસ શરુ કરીશું.

11 વર્ષ પહેલાં મૂળ યુપીના અને 17 વર્ષથી જેતપુર રહી લાદી કામ કરતા ત્રિલોકસિંહના લગ્ન આરતી સાથે થયા હતા અને તેમને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે, અને સૌથી મોટી પુત્રી હજુ 5 વર્ષની જ છે. જયારે પતિ લાદીકામ માટે બનાસકાંઠા ગયો ત્યારે પાછળથી આરતી આ ચારે સંતાનને મૂકીને હરેશ નામના વ્યક્તિ સાથે ફરાર થઇ ગઇ હતી.

ઘટનાની જાણ મોટી દીકરીએ પિતાને કરતાં તે તરત જ જેતપુર દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન હરેશને મોટી દીકરી ઓળખી ગઇ હતી અને જણાવ્યું હતું કે, આ જ અંકલે મમ્મીને મોબાઇલ આપ્યો હતો. તેમ છતાં તેની ધરપકડ કરવાને બદલે પૂછપરછ કરીને જવા દીધો અને હવે પોલીસને આરતી કે હરેશ, કોઇનું લોકેશન મળતું નથી. તપાસનીશ અધિકારી અજીત ગંભીર, પીઆઇ દરજી સતત એક જ રટણ કરે છે કે તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *