સુરત(ગુજરાત): રાજ્યમાં અવારનવાર છેડતીના બનાવો બની રહ્યા છે. તે દરમિયાન સુરતના પલસાણા તાલુકા(Palsana taluka of Surat)નાં કડોદરા(Kadodra)માં દિનદહાડે એક યુવતીની છેડતીનો વિડીયો વાઈરલ(Video viral) થઇ રહ્યો છે. પરપ્રાંતિય પરિવારની યુવતીને તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલીને છેડતી કરવામાં આવી હતી.
આ ઘટનાને કારણે પરિવારે કડોદરાથી હિજરત કરવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. એટલું જ નહીં, ટપોરીએ યુવતીની માતાને તલવાર બતાવીને ધમકી પણ આપી હતી. આ દરમિયાન આખી ઘટના ત્યાં લગાવેલા એક સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને તેમના બાજુમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલસિંગ નામનો યુવાન માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, તેની છેડતી પણ કરતો હતો. અગાઉ પણ આ માથાભારે યુવાન હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
કડોદરા પોલીસ સ્ટેશનમાં આ યુવતીની માતાએ લેખિત અરજી આપી હતી અમે તેમાં જણાવ્યુ હતું કે, આરોપી અવારનવાર મારી દીકરીની છેડતી કરતો હતો. એટલું જ નહીં, તેના પર એસિડ ફેંકવાની ધમકી પણ આપતો હતો. જો મારી દીકરી આ ટપોરીની વાત નહીં માને તો તેના પર એસિડ ફેકીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ગઈકાલે ખુલ્લેઆમ રાહુલે તલવાર લઈ ફળિયામાં હોબાળો કરી મુક્યો હતો. જો કે, આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવાનના ત્રાસથી પરપ્રાંતીય પરિવારે કડોદરા છોડવા મજબુર બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.