સુરતના કામરેજમાં તલાટી કમમંત્રી રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) જિલ્લાના કામરેજ(Kamaraj)ના પરબ ગ્રામ પંચાયત(Parab Gram Panchayat)ની કચેરીમાં તલાટી કમ મંત્રી રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, શિવ ઇકો ઇન્ડસ્ટ્રીયલ(Shiv Eco Industrial)માં આવેલા પ્લોટના આકારણી, વેરો અને પ્લોટમાં નામ ચઢાવી આપવાના નામે લાંચ માગતા ACBમાં ઝડપાઈ ગયો છે.

પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ લાંચ માંગી
આ અંગે સુરત ACB એ જણાવ્યું હતું કે, કામરેજ શિવ ઇકો ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માં આવેલા ફરિયાદી અને તેમના ભાઈના નામે બે પ્લોટ મળી 4 પ્લોટ ઉપર ચોથા અને પાંચમા માળનું બાંધકામ આકારણી કરી વેરો ચાલુ કરવાના અને ફરીયાદીના મિત્રના એક પ્લોટમાં નામ ચઢાવી, વેરો ભરવાના અવેજ પેટે પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહેશભાઇ પટેલ દ્વારા રૂપિયા 6000ની લાંચ માગી હોવાની ફરિયાદ બાદ ACB દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

ACBએ આરોપીની અટકાયત કરી
વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતાં ન હતા. પરંતુ, લાંચ વગર કામ ન થતું હોવાથી તેમને ACBના અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, મહેશ પટેલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 6000ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે પકડાઈ ગયા હતા. આરોપીને ACB દ્વારા ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *