માથા ફરેલ આશિકે પ્રેમિકાના ઘરે ઘુસી જઈને ગળા પર ફેરવી દીધું ચાકુ, જાણો સમગ્ર મામલો

Karnataka News: કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હુબલીમાં એક 20 વર્ષની છોકરીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી કારણ કે તેને એક તરફી પ્રેમી દ્વારા પ્રપોઝ કરવામાં આવી હતી. જે બાદ યુવતીએ તેને નકારી(Karnataka News) કાઢ્યો હતો. આથી તે વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે તેણે છોકરીની હત્યા કરી દીધી હતી.

આરોપી થયો ફરાર
20 વર્ષીય અંજલિ અંબીગેરા આજે સવારે ઘરે સૂતી હતી ત્યારે 21 વર્ષીય ગિરીશ સાવંત તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને કથિત રીતે તેના પર છરી વડે વારંવાર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગિરીશ અંજલિ પર પ્રેમ સંબંધ કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. જે બાદ ગીરીશે કથિત રીતે અંજલીની હત્યા કરી હતી અને ભાગી ગયો હતો. ત્યારે આ આરોપીની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે. તેમજ પોલીસે લાશનો કબજો લઈ તેને પીએમ અર્થે મોકલી આપી છે.

પોલીસે આપ્યું નિવેદન
હુબલી ધારવાડના એસપી ગોપાલ બાયકોડે જણાવ્યું હતું કે, “વીરપુરરા ઓની ગામ નજીકના અધિકારક્ષેત્રમાં અંજલિ નામની છોકરીની હત્યાની જાણ કરવામાં આવી છે. એક હુમલાખોરે આજે સવારે તેના ઘરની અંદર તેની હત્યા કરી હતી. અમે કેસ નોંધ્યો છે અને હાલમાં તપાસ કરી રહ્યા છીએ.” આ દુ:ખદ ઘટના પાછળનો હેતુ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે”

ઘરમાં દોડાવી દોડાવીને કરી હત્યા
વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપીએ મૃતક બાળકીની દાદી અને બે બહેનોની હાજરીમાં આ ગુનો કર્યો હતો. જાનવરએ બાળકીને આખા ઘરમાં ખેંચતો રહ્યો અને આ દરમિયાન તે તેને લાતો મારતો રહ્યો. આ પછી હત્યારાએ છોકરીને રસોડામાં ધકેલી દીધી, જ્યાં શેતાન તેના પર ફરીથી ચાકુ વડે હુમલો કર્યો. આ ઘટના બેન્ડિગેરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વીરપુરા ઓની વિસ્તારમાં બની હતી. મૃતક મહિલાની ઓળખ અંજલિ અંબીગેરા તરીકે થઈ છે, જ્યારે હત્યારાની ઓળખ વિશ્વા તરીકે થઈ છે, જેને ગિરીશ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પહેલા ધમકી આપી હતી
દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી યુવતીને પ્રેમ કરતો હતો. નેહા હિરેમઠની હત્યાની આગ પણ ઓલવાઈ નથી ત્યારે હત્યાની આ નવી ઘટનાએ રાજ્યને આંચકો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આ શહેરના કોલેજ કેમ્પસમાં એમસીએની વિદ્યાર્થિની નેહા હિરેમથની ગુસ્સે ભરાયેલા પ્રેમીએ ઘાતકી રીતે હત્યા કરી હતી, જેના કારણે ભારે રાજકારણ ગરમાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ હાલ હત્યારો વિશ્વા ફરાર છે. યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે જો તેણી તેની લાગણી (પ્રેમ) પરત નહીં કરે તો તેણે નેહા હિરેમથની જેમ તેને મારી નાખવાની ધમકી આપી હતી.