‘મા’ની ક્રૂરતાનો વિડીયો થયો વાયરલ; કચ્છમાં 9 વર્ષની માસુમને તેની માતાએ ગળું દબાવી તવેથાથી માર્યો ઢોર માર

Mother Brutally Beating Daughter Viral Video: દરેક સ્ત્રી માટે તેનું સંતાન સર્વોપરી છે. કેટલીય મા એવી હોય છે જે પોતાના બાળક માટે પોતાનો જીવ પણ ત્યાગી દેવા માટે તૈયાર થતી હોય છે, પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક એવી માતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. માની ક્રુરતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં માતા તેની(Mother Brutally Beating Daughter Viral Video) બાળકીનું ગળું દબાવીને ઢોર માર મારતી જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીએ તેલ ઢોળતા માતા ગુસ્સે થઈ તાવીતાથી માર માર્યો
કરછમાં બે વર્ષ પહેલા માધાપરમાં માસુમ બાળકીથી તેલ ઢોળાઈ જવાને લઈને તેની માતાએ ગળું દબાવી હાથ અને તાવીતાથી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.સોશિયલ મીડિયામાં બાળકીને ઢોર માર મારતી માતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર કચ્છમાં ચર્ચા થવા લાગી હતી. આ અંગે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી રાહુલ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે વર્ષ અગાઉ માધાપરના આંબેડકર નગરમાં ફરિયાદી અને આરોપી પ્રિયંકા સાથે રહેતા હતા. તેમની નવ વર્ષની બાળકી સોમ્યાથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી અને ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી માર માર્યો હતો.

ક્રૂર માતાને પિતાએ આપ્યા છૂટાછેડા
ફરિયાદી અને આરોપીએ વર્ષ 2013માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન એક 9 વર્ષની દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી માથાભારે છે અને વારંવાર તેના સાથે ઝઘડા કરતી હતી અને માર પણ મારતી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. તેની સામે પ્રૂફ રાખવા માટે ફરિયાદીએ જ આ વિડીયો ઊતારેલો હતો.

પરંતુ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે કોઈ પણ ફરિયાદ કે વિડિયો બહાર પાડ્યો ન હતો.જો કે ફરિયાદીનું ઘર તૂટે નહીં તેમજ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે ફરિયાદીએ મોડેથી ફરિયાદ નોંધાવી છે.તેમજ ફરિયાદીએ 10 દિવસ અગાઉ નોટરી લખાણ મારફતે પ્રિયંકાને છૂટાછેડા આપી દીધા છે તેવો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસે વીડિયો અંગે પોતાની તપાસ શરૂ કરી
નોંધનીય છે કે, વીડિયો વાયલર થતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને વીડિયો અંગે પોતાની તપાસ શરૂ કરી નાખી છે. આખરે એક માતા પોતાના સંતાન સાથે આટલી ક્રુરતા કેવી રીતે રાખી શકે? ના કોઈ માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? આને જનેતા કહેવું તો મા શબ્દના અપમાન કરવા બરાબર છે. આને માતા કે જનેતા તો ના જ કહીં શકાય. શું દીકરીઓને સારૂ જીવન જીવનો અધિકાર નથી? શું દીરકી છે એટલે એ માતા તેને મારી રહીં છે? અહીં તેનો દીકરો હોત તો પણ આ રીતે માર માર્યો હોત? ખેર આવા તો અનેક સવાલો થઈ શકે છે. પરંતુ આને જનેતા તો ના જ કહીં શકાય!

પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલમાં આરોપી પ્રિયંકા જયપુર રાજસ્થાનમાં રહે છે. માધાપર પોલીસ સ્ટેશને આરોપી પ્રિયંકા વિરુદ્ધ આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.