PUBGના વ્યસનનો બંધાણી બની ગયેલ યુવકે ખીણમાં લગાવી મોતની છલાંગ

ઓનલાઈન ગેમ PUBG એ વિશ્વભરમાં ઘણા લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રના(Maharashtra) સાતપુડા પર્વતમાળા(Satpuda range)નાં ગામડાના યુવાનો આવી જીવલેણ રમતથી ઘણા દૂર હતા. રાજ્યના બીજા સૌથી…

ઓનલાઈન ગેમ PUBG એ વિશ્વભરમાં ઘણા લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રના(Maharashtra) સાતપુડા પર્વતમાળા(Satpuda range)નાં ગામડાના યુવાનો આવી જીવલેણ રમતથી ઘણા દૂર હતા. રાજ્યના બીજા સૌથી મોટા હિલ સ્ટેશન તોરણમાલ(Hill Station Toranmal)માં આ PUBG ગેમના કારણે 20 વર્ષીય યુવકનું મોત થયું છે. ગેમ રમતી વખતે છલાંગ મારવા જતો હતો ત્યારે ખીણમાં કૂદી પડતા યુવકનું મોત નીપજ્યું હતું. તોરણમાલ(Toranmal) તાલુકાના ધારગાંવ(Dhargaon)ના વિજય જુલેશ ઠાકુર નામના યુવકનું PUBG રમવાના કારણે મોત થયું છે.

વિજયને એક વર્ષથી PUBGનું વ્યસન હતું. તે દિવસ-રાત PUBG રમતો હતો. સતત ગેમ રમવાને કારણે તેનું માનસિક સંતુલન બગડ્યું હતું. 8મી માર્ચના રોજ રાત્રે 8 વાગ્યા પછી તોરણમલની પ્રસિદ્ધ સીતાખાઈ ઊંડી ખીણમાં કૂદકો મારતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ માહિતી કેટલાક ગ્રામજનોને ત્યારે મળી જ્યારે તેઓને ખબર પડી કે સવારે કોઈ વ્યક્તિ ખીણમાં પડી છે.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મ્હસાવદ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ઈન્સ્પેક્ટર તેમના કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિજયનો મૃતદેહ બપોરે ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

PUBG ગેમને કારણે વિજય દિવસ-રાત અનિદ્રાથી પીડાતો હતો. ઘણી વખત તેના માતા-પિતા તેને આ PUBG ગેમથી દૂર રહેવા માટે કહેતા હતા પરંતુ તે ખૂબ ગુસ્સે થતો હતો. આ ગેમે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બાળકો સહિત અનેક યુવાનો આ ગેમના બંધાણી બની ગયા છે. ઘણા લોકોને આ ગેમની લત લાગી જાય છે અને તેઓ દિવસ-રાત આ ગેમ રમતા જોવા મળે છે. આ ગેમે અત્યાર સુધી અનેક લોકોના જીવ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *